Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

રૈયા સ્માર્ટ સીટીમાં ૫૪૮ કરોડના ખર્ચે પ્રાથમિક સુવિધાઃ ૧૩૬ કરોડના ખર્ચે ન્યુ રેસકોર્ષ-અટલ સરોવર બનશે

રિસાયકલ્ડ વોટર, વરસાદી પાણી નિકાલ સિસ્ટમ, સ્માર્ટ સ્ટ્રીટ લાઈટો, ફુલ્લી એરકન્ડીશનીંગ પ્લાન સહિતની સુવિધાઓઃ અટલ સરોવર, ન્યુ રેસકોર્ષમાં ટોય ટ્રેઈન, થિયેટર, પાર્ટીપ્લોટ, ગ્રામહાટ, બગીચા, ફુવારાઓ આકર્ષણઃ સ્માર્ટ સીટી બોર્ડમાં ૬૮૪ કરોડના વિકાસ કામો મંજુર કરતા બંછાનિધી પાની

રાજકોટ, તા.૧૭: શહેરના રૈયા વિસ્તારની ખાસ ટી.પી.સ્કીમ નં.૩૨માં રૈયા સ્માર્ટ સીટીમાં કુલ ૬૮૪ કરોડનાં વિકાસકામોને આજે મળેલી સ્માર્ટ સીટીની બોર્ડ મીટીંગમાં મ્યુ.કમિશ્નરે લીલી ઝંડી આપી હતી.

આ અંગેની વિગતો મૂજબ આજરોજ સ્માર્ટ સીટી બોર્ડ ઓફ ડાયરેકટર્સની મિટીંગ મળેલ હતી જેમાં નીચે મુજબનાં સ્માર્ટ સીટી એ.બી.ડી. એરીયા એટલે કે ટી.પી. સ્કીમ નં ૩૨ રૈયામાં કુલ ૬૮૪ કરોડનાં વિકાસ કામોને મંજુરી આપવામાં આવેલ છે જેમાં

૧ . રૂ. ૫૪૮ કરોડનાં ખર્ચે રૈયા ટી.પી. સ્કીમ ૩૨માં રોબસ્ટ સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર.

૨.  રૂ. ૧૩૬ કરોડનાં ખર્ચે રૈયા ટી.પી. સ્કીમ ૩૨માં ન્યુ રેસકોર્સ ડેવલોપમેન્ટ હેઠળ અટલ સરોવર ડેવલપમેન્ટ મંજુર થયેલ છે.

૧. રોબસ્ટ સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રકચરૅં

આ રોબસ્ટ સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર તૈયાર કરવા આયોજન કરેલ છે. જેમા રોડ નેટવર્ક, બી.આર.ટી.એસ. કોરીડોર તથા બસ સ્ટોપ,  સ્માર્ટ લાઇટીંગ, ૨૪ડ૭વોટર સપ્લાય, યુટીલીટી ડ્કટ, સ્ટોમ વોટર, સીવરેજનો સમાવેશ થશે. વધુમાં, અત્યાર સુધી કયારેય પણ અમલમાં ન આવી હોય અને પોતાનામાં એક આગવી એવી ડીસ્ટ્રીકટ કુલીંગ સિસ્ટમ પણ રાજકોટ સ્માર્ટ સીટીની એક અનેરી ભેટ હશે. આ યોજનાની વિગતવાર માહિતી આ મુજબ છે.

૧. રોડ નેટવર્કઃ

સ્માર્ટ સીટી રૈયા વિસ્તારમાં કુલ ૨૧ કી.મી. ઇન્ટીગ્રેટેડ રોડ ડેવલપ કરવાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ ઇન્ટીગ્રેટેડ રોડ ભારતભરમાં સ્માર્ટ રોડનું એક ઉદાહરણ બનશે. આ ઉપરાંત સ્માર્ટ સીટી વિસ્તારમાં અંદાજીત ૧૦.૫૦ કી.મી. લંબાઇમાં બી.આર.ટી.એસ. કોરીડોર તથા બસ સ્ટોપ ડેવલપ કરવામાં આવનાર છે.

૨. ૨૪ર્ં૭ વોટર સપ્લાયઃ

ડી.આઇ. પાઇપ લાઇન નેટવર્ક, સ્માર્ટ મીટર ,સ્કાડા સિસ્ટમ તથા ન્યુમેટીક પમ્પીંગ સિસ્ટમથી સજ્જ ૨૪ હૃ ૭ વોટર સપ્લાય નેટવર્કનું આયોજન કરવામાં આવેલ છે.

૩. સીવરેજ સિસ્ટમઃસ્માર્ટ સીટી વિસ્તારમાં  રોબસ્ટ ડ્રેનેજ કલેકટીવ સિસ્ટમ તથા પમ્પિંગ સ્ટેશન સાથેની સીવરેજ સિસ્ટમ તૈયાર કરવામાં આવનાર છે.

૪. રિસાયકલ્ડ વોટર સપ્લાય સિસ્ટમઃ સ્માર્ટ સીટી વિસ્તારમાં હૈયાત એસ.ટી.પી.નાં ટ્રીટેડ પાણીને ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શુધ્ધ કરી ભવિષ્યની વધારાની માંગને પહોચી વળવા સ્માર્ટ ૩૩ કી.મી. રિસાયકલ્ડ પાણીનાં નેટવર્કનું આયોજન કરવામાં આવેલ છે.

૫. સ્ટ્રોમ વોટર ડ્રેનેજ સિસ્ટમૅં

ઓપન ચેનલ અને આર.સી.સી. બોકસ ડ્રેઇન નેટવર્કનાં સંયોજનથી મુખ્ય રસ્તાઓ ઉપર વરસાદી પાણીનાં નિકાલ માટે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ નેટવર્કનું આયોજન કરવામાં આવેલ છે.

૬. સ્માર્ટ સ્ટ્રીટ લાઇટીંગઃ સ્માર્ટ સીટી પ્રોજેકટ માટે શેરી લાઇટીંગ અને એલાઇડ સપોર્ટ સિસ્ટમને ધ્યાનમાં લેવામાં આવી છે. સ્માર્ટ લાઇટનાં લીધે પાવરનો બચાવ થશે અને જે કાર્બન ઇમીશન દ્યટાડીને પર્યાવરણને ફાયદો આપશે.

૭.  પાવર કેબલ્સ માટે યુટીલીટી ડ્કટ્સઃ પાવર કેબલ તથા ઓ.એફ.સી.કેબલ નેટવર્ક મુકવા માટે સ્પેશીયલ આર.સી.સી. ડ્કટસ,બનાવવા અંગે આયોજન કરવામાં આવેલ છે..

૮. ડીસ્ટ્રીકટ કુલીંગ સીસ્ટમઃ ડીસ્ટ્રીકટ કુલીંગ સીસ્ટમનો કન્સેપ્ટ સૌરાષ્ટ્રમાં પહેલીવાર અમલવારી કરવામાં આવનાર છે. ડી.સી.એસ. એ ઉર્જા બચાવતું એરકંડીશનીંગ સિસ્ટમ છે. જે પરંપરાગત એર કન્ડીશનીંગ સિસ્ટમથી ૩૫્રુ જેટલી ઓછી ઉર્જાનો ઉપયોગ કરે છે.

આમ હવે ખરા અર્થમાં રાજકોટ શહેરમાં રોબસ્ટ સ્માર્ટ ઇન્ફ્રાસ્ટૃકચર સાકાર પામશે. જેનાથી પાણીમાં લાઇનલોસ, લિકેજ, ભુતકાળ બનશે, વિજચોરી અને પાવરલોસ દુર થશે, ભુગર્ભ ગટરની ફરીયાદોમાંથી મુકિત મળશે, ટકાઉ, આકર્ષક, સુવિધાસભર, રસ્તાઓનું નેટવર્ક પ્રાપ્ત થશે અને ડીસ્ટ્રીકટ કુલીંગ સીસ્ટમથી સમગ્ર પર્યાવરણને લાભ થશે. જયારે

૨.અટલ સરોવર ડેવલપમેન્ટના ૧૩૬ કરોડનાં કામને સૈધાતિંક મજુંરી બોર્ડ ઓફ ડાયરેકટર્સ તરફથી આપવામાં આવેલ છે. આ યોજનાની વિસ્તૃત માહિતી આ મુજબ છે.

રૈયા વિસ્તારમાં અંદાજીત ૧૦૦ વર્ષથી વધુ સમયગાળા બાદ નવા ત્રણ તળાવ વિકસાવવા અંગે આયોજન કરવામાં આવેલ છે. માસ્ટર પ્લાન મુજબ કુલ ત્રણ લેઇક ડેવલપ કરવામાં આવનાર છે, જે પૈકી અટલ સરોવર સ્માર્ટ સીટી એરીયા બેઇઝડ ડેવલપમેન્ટ રૈયા વિસ્તારનાં ઉત્ત્।ર પશ્યિમમાં આવેલું છે. રાજકોટ સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લી. અટલ સરોવરને એક આગવી ઓળખ તરફ વિકસાવવા માંગે છે, જેમાં નીચે મુજબ વિવિધ સગવડતાઓ ઉભી કરવામાં આવશે.

૧. સરોવરનાં નવનીકરણ માટે ૦૫ મી. ઉંડાઇ સાથે કુલ ૧,૦૦,૭૨૫ ચો.મી. બાંધકામ તથા પાણી સંગ્રહ જાળવી રાખવા માટે સરોવરનું પીચિંગ.

૨.  અટલ સરોવરમાં ગાર્ડન, બોટોનિકલ કલોક, સાઇકલ ટ્રે, વોકવે, પાર્ટી પ્લોટ, ટોય ટ્રેઇન, ફેરિસ વ્હીલ, બે એમ્ફીથીયેટર, મોન્યુમેન્ટલ ફ્લેગ, આઇલેન્ડ, પાર્ટી લોન, ફૂડ કોર્ટ, ગ્રામ હાટ વગેરે સુવિધા ઉપલબ્ધ બનશે.

જેમાં  રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત સ્કુલ તેમજ આંગણવાડીનાં બાળકોને એન્ટ્રી ટીકીટ ફ્રી રહેશે તેમજ અટલ લેઇક વિસ્તારમાં અન્ય સુવિધાઓમાં પણ કન્સેશન રહેશે. ઉપરાંત અટલ લેઇક વિસ્તારમાં ગ્રામહાટ તેમજ અન્ય ઉપયોગ માટે કુલ-૪૨ દુકાનોનું નિર્માણ કરવામાં આવનાર છે.

(3:19 pm IST)