Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

વિજ્ઞાન જાથા દ્વારા ગોંડલમાં ચંદ્રગ્રહણ નિદર્શન : રાજયભરમાં અવલોકન-ગેરમાન્યતાઓનું ખંડન

રાજકોટ : ગઇમધ્યરાત્રે જોવા મળેલ ખંડગ્રાસ ચંદ્રગ્રહણની અવકાશી ઘટનાને નજીકથી જોવા અને સમજવા ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા એક હજારથી વધુ સ્થળોએ નિદર્શન કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો. સાથો સાથ ગેરમાન્યતાઓનું ખંડન કરી નકારાત્મક આગાહીઓની હોળી કરવામાં આવી હતી. જાથાના રાજયકક્ષાના કાર્યક્રમરૂપે ગોંડલ કન્યા વિદ્યાલયની ૧૪૦૦ જાત્રાઓએ વહેલી સવારે ગ્રહણ નિહાળી અવલોકન કર્યુ હતુ. શાળા સંકુલમાં ભારે ઉત્કંઠા જોવા મળી હતી. ટ્રસ્ટી જગદીશભાઇ વેકરીયાએ કાર્યક્રમનું ઉદ્દઘાટન કરી ગ્રહણ સંબંધી સમજણ આપી હતી. તેમજ ગેરમાન્યતાઓ ફગાવવા અપીલ કરી હતી. ખગોળ તજજ્ઞ દિલીપભાઇ દેવમુરારીએ ટેલીસ્કોપની મદદથી વૈજ્ઞાનીક સમજ આપી હતી. કોલેજના હેડ રવિ પારેખ, સાધનાબેન પાનેલીયા, સેજલબેન શેખડા, તૃપ્તીબેન વઘાસીયા, નેહાબેન તળાવીયા, ટવીંકલબેન સતાણી, પીનલબેન હીરપરા, અંકીતાબેન ચોથાણી, ઇલાબેન પાનસુરીયા, ડીમ્પલબેન સાવલીયા, કાજલબેન સેંજલીયા, રીધીબેન વિરડીયા અને હાઇસ્કુલના સ્ટાફે જહેમતમ ઉઠાવી હતી. એજ રીતે રાજયના અનેક ગામોમાં આવા કાર્યક્રમો થયા હતા. જાથાની રાજય કચેરીએ અમદાવાદ, ૧૪ શાખાઓમાં સદસ્યોએ રાજકોટ, જુનાગઢ, પોરબંદર, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, દેવભુમિ દ્વારકા, કચ્છ અંજાર, રાપર, માળીયા, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, ઉતર ગુજરાત સહીતના જિલ્લાઓ, તાલુકાઓ મથકોએ નિદર્શન કાર્યક્રમો સાથે ગેરમાન્યતાના ખંડનરૂપે ચા-નાસ્તાના કાર્યક્રમો થયા હતા. ફળકથનની હોળી કરવામાં આવી હતી. જાથાના રાજય ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યુ હતુ કે પ હજાર વર્ષમાં પૃથ્વી ઉપર આશરે ૨૩૦૦૦ ચંદ્ર-સુર્યગ્રહણો પસાર થઇ ગયા છે. ભવિષ્યમાં પણ હજારો લાખો ગ્રહણો પસાર થવાના છે. આ માત્ર ખગોળીય ઘટના છે. વૈજ્ઞાનિક અવકાશી ઘટનાની તક ઝડપી સંશોધન માટે ઉપયોગ કરવો જોઇએ. ભારતમાં લેભાગુઓ આવી ઘટનાને લઇને ગ્રહણ સંબંધી ફળકથનો બનાવી લોકોને ગુમરાહ કરે છે. ભય ફેલાવી ક્રીયાકાંડો તરફ ખેંચી જાય છે. પણ હવે લોકોએ જાગૃત થવુ જોઇએ. રાજયમાં વાદળાના બે પાંચ મીનીટના અવરોધને બાદ કરતા ગ્રહણ સ્પષ્ટ જોવા મળ્યુ હતુ. ટેલીસ્કોપ, વિજ્ઞાન ઉપકરણની મદદથી તેમજ નરી આંખે પણ નિહાળી શકાયુ હતુ. રાજય કક્ષાના કાર્યક્રમમાં દીલીપભાઇ દેવમુરારીને નિદર્શનમાં, ધરતી સાકરીયા, ચાંદની કોટડીયા, નીધી પટોળીયા, વિકીતા કાનાણી, અમિષા સખીયા, દિક્ષીતા હીરપરા, પૃથ્વી પડાળીયા, અક્ષિતા ભૂત, ભુમિકા કોટડીયા, કાધરી ખુંટ, વિજ્ઞાન છાત્રાઓ, રાજકોટમાં દિનેશ હુંબલ, નિર્ભય જોશી, ઉમેશ રાવ, અંકલેશ ગોહિલ, તુષાર રાવ, ધોરાજીમાં વિનોદ વામજા, કિશોરગીરી બસીયા, અમરેલીમાં અરવિંદ પટેલ, વિઠ્ઠલભાઇ પટેલ, જામનગરમાં હિતાર્થ પંડયા, રાજુભાઇ ભટ્ટ, રમેશ પરમાર, જેતપુરના ગોવિંદભાઇ પટેલ, રામજીભાઇ પરમાર, મોરબીમાં રૂચિર કારીયા, ફાલ્ગુન પટેલ, ચોટીલમાં અજયભાઇ શાહ, હનીફભાઇ મોરવાડીયા, અંજારમાં એસ. એમ. બાવાલ, મથલમાં હુસેનભાઇ ખલીફા, સુરેશ સરોલા, પિયુષ ગોહેલ, અજય વિરડીયા, નિકાવામાં ભોજાભાઇ ટોયટા, કાલાવડમાં સંજય મહેતા, ભૌમિક સોરઠીયા, અરવિંદ મકવાણા, દેવળામાં બાબુભાઇ જાગાણી, લીંબડીમાં ખીમજીભાઇ બારોટ અને જાથાના કાર્યકરો શુભેચ્છકો સાથે જોડાયા હતા. જાથા આગામી સમયમાં અમદાવાદ- રાજકોસટમાં અધિવેશનનું પણ આયોજન કરી રહી છે. વિજ્ઞાનની વિચારધારા ધરાવતાઓએ મો.૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

(1:25 pm IST)