Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

ડો.વિરલ બલદાણીયાની ઓમ હોસ્પિટલનો ચોથા વર્ષમાં પ્રવેશ

ઈન્ડોર, આઈસીયુ, હેલ્થ ચેકઅપ, લેબોરેટરી, ૨૪ કલાકની ઈમરજન્સી સારવારની સુવિધા

રાજકોટ, તા. ૧૭ : નાની વયે દર્દીઓની સચોટ અને સફળ સારવાર કરી લોકચાહના મેળવનાર જાણીતા તબીબ ડો.વિરલ બલદાણીયાની ઓમ હોસ્પિટલે ત્રણ વર્ષ પૂર્ણ કરી ચોથા વર્ષમાં પ્રવેશ કર્યો છે.

ડો.વિરલ બલદાણીયાની ગાયત્રીનગર મેઈન રોડ, ભકિતનગર સર્કલ, ઓમ હોસ્પિટલ આધુનિક સુવિધાઓથી સજ્જ છે. ડો.વિરલ બલદાણીયાની ઓમ હોસ્પિટલમાં ઈન્ડોર વિભાગ, ડિલકસ રૂમ, સ્પેશ્યલ રૂમ, સેમી સ્પેશ્યલ રૂમ, આઈસીયુ વિભાગ, ઈસીજી મલ્ટીપેરા મોનીટર ડીફીબીલેટર, ઈન્ફયુઝન પમ્પ, નેબ્યુલાઈઝર, સેન્ટ્રલ ઓકિસઝન લાઈન, લેબોરેટરી, મેડીકલની સુવિધા ઉપલબ્ધ છે.

ઓમ હોસ્પિટલમાં છેલ્લા ત્રણ વર્ષમાં સેંકડો દર્દીઓએ સારવાર કરાવી છે. આવનારા દિવસોમાં ઓમ હોસ્પિટલમાં અનેકવિધ તબીબી સારવાર ઉપલબ્ધ થશે. ડો. વિરલ બલદાણીયા જૂના એસટી બસ સ્ટેશન પાછળ આવેલ શ્રી કૃષ્ણ ચિકિત્સાલયમાં સેવા આપે છે. ઉપરાંત બ્લડ ડોનેશન કેમ્પ અને આરોગ્યલક્ષી કેમ્પમાં સેવા આપે છે.

ડો.વિરલ બલદાણીયાએ અમદાવાદની બી.જે.મેડીકલ કોલેજમાં એમ.બી.બી.એસ. અને એમડી (ચેસ્ટ)નો અભ્યાસ પૂર્ણ કરી મુંબઈની જાણીતી બોમ્બે હોસ્પિટલમાં ક્રિટીકલ કેરની ફેલોશીપ મેળવી છે. તબીબી ક્ષેત્રે બહોળો અનુભવ ડો.વિરલ બલદાણીયા ધરાવે છે.

રાજકોટની સહયોગ હોસ્પિટલ તેમજ જયનાથ હોસ્પિટલમાં લાંબી સેવા આપી ભારે નામના મેળવી છે.

ડો.વિરલ બલદાણીયા

મો.૯૯૨૫૦ ૪૨૪૩૯

ઓમ હોસ્પિટલ

ગાયત્રીનગર મેઈન રોડ, ભકિતનગર સર્કલ પાસે, રાજકોટ. ફોન - ૦૨૮૧-૨૩૬૦૩૩૬

(1:24 pm IST)