Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

હાલ ભાઇ ઉભો થા, પહેલા હું દાઢી કરાવીશ...કહી રાતીદેવડીમાં પ્રવિણને કાળુએ ધોકાથી ધોકાવ્યો

ખુરશીમાં બેઠો'તો ત્યાં અચાનક આવીને મોઢા પર ફુવારો છાંટ્યો ને ડખ્ખો કર્યો

રાજકોટ તા. ૧૭: વાંકાનેરના રાતીદેવડીમાં રહેતાં પ્રવિણ દેવજીભાઇ ગોરીયા (ઉ.૨૫) નામના કોળી યુવાનને તે રાત્રે સાડા નવેક વાગ્યે વાળંદની દૂકાનમાં દાઢી કરાવવા બેઠો હતો ત્યારે ગામના કાળુ નામના શખ્સે આવી ઝઘડો કરી ધોકાથી માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

પ્રવિણ કારખાનામાં મજૂરી કરે છે. તેના સગા રાજુભાઇના કહેવા મુજબ પ્રવિણ દાઢી કરાવવા બેઠો હતો ત્યારે કાળુએ અચાનક આવી તેના મોઢા પર પાણીનો ફુવારો છાંટી 'હાલ ભાઇ ઉભો થા, પહેલા હું દાઢી કરાવીશ' તેમ કહી ઝઘડો કરી હુમલો કર્યો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી.

(12:04 pm IST)