Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

રાજકોટ માટે જુલાઇ શુકનીયાળ!

ગત વર્ષે ૧૫/૭નાં ૧૭ ઇંચ વરસાદ વરસ્યો હતોઃ ગઇકાલે તા.૧૬નાં ૭ ઇંચ વરસાદ પડયો

રાજકોટ, તા. ૧૭ : શહેરમાં ગઈરાત્રે ૮.૩૦ વાગ્યાથી શરૂ થયેલ ધોધમાર વરસાદ સતત ૨.૩૦ વાગ્યા સુધી ચાલુ રહ્યો હતો આથી શહેરમાં આ દરમિયાન એકી સાથે ૭ ઈંચ જેટલુ પાણી પાડયુ હતુ. ગત વર્ષે તા.૧૫ જુલાઇનાં એક રાતમાં રાજકોટમાં ૧૫ ઇંચ વરસાદ વરસ્યો હતો. આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ ચોમાસુ શરૂ થયાનાં એક  મહિનમાં  તા.૧૬ સુધીમાં ૬ ઇંચ વરસાદ શહેરમાં પડયો હતો. ગઇકાલ ૫ કલાકમાં ૭ ઇંચ વરસાદ પડયો હતો. જયારે ગત વર્ષે એટલે કે, તા.૧૫ જુલાઇ ૨૦૧૭નાં  રજકોટમાં એક જ દિવસમાં ૧૭ ઇંચ ઐતિહાસીક વરસાદ નોંધાયો હતો.આમ, રાજકોટ માટે જુલાઇ મહિનો શુકનીયાળ સાબિત થયો છે.

(4:36 pm IST)