Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

સબ રજીસ્ટ્રાર કચેરી ઝોન-ર અંગે કલેકટરને એડવોકેટની વિસ્તૃત ફરીયાદોઃ પૂરાવાઓ આપ્યા

રાજકોટ તા.૧૭: અહીંના મનહરપ્લોટ શેરીનં. ૧૦માં ઓફિસ ધરાવતા એડવોકેટ અંજનાબેન ખુંટે રાજકોટ કલેકટરને ફરીયાદ કરી સબરજીસ્ટ્રાર ઝોન-ર કચેરી વિરૂધ્ધ વિગતો જણાવી હતી.

ફરીયાદમાં ઉમેર્યુ હતું કે પોતાના અસીલ સાથે ઉપરોકત સબ રજી. કચેરીમાં સાટાખત માટે ગયેલ હતા, ત્યારે સબ રજીસ્ટ્રારશ્રી કચેરીમાં સુથીની રકમ દર્શાવો અવેજની નહી, તેવું જણાવ્યું હતું, તેમજ અયોગ્ય રીતે દસ્તાવેજમાં છેડછાડ કર્યાની કલેકટરને રાવ કરી છે.

ફરીયાદમાં સબ રજીસ્ટ્રાર કચેરીમાં અંજનાબેનને તુંકારો આપ્યાની ખરાબ વર્તન કર્યાનું પણ ઉમેરાયું છે, આ ઉપરાંત આવું જ વર્તન થશે, પક્ષકારોને ધક્કા ખવડાવીશ એવી પણ કલેકટરને ફરીયાદ કરતા ભારે ચર્ચા જાગી છે.

કલેકટરને અંજનાબેન ખુંટે કરેલ ફરીયાદમાં દરેક વ્યવહારોમાં અલગ કહેવાતો ચાર્જ લેવાતો હોવાની રાવ કરી છે, ઓફીસ કઇ રીતે એસી બની ગઇ તેનુ ઇન્સ્પેકશન કરવા માંગણી કરી છે, સબ રજીસ્ટ્રાર ઝોન-રમાં કહેવાતા નીચા દસ્તાવેજો થતા હોવાની અને સરકારને રેવન્યુ આવકને ગંભીર નુકશાન થતું હોવાની ફરીયાદ કરાઇ છે, રીસેસ બપોરે ર થી ૩ ની રખાતી હોવાથી, કોઇપણ વ્યકિતને તે સમયે ઓફીસમાં આવવા નહિ દેવાતા હોવાની પણ કલેકટરને ફરીયાદ કરી સબ રજીસ્ટ્રાર કચેરી ઝોન-રમાં ગંભીર પ્રકારની શ્રતિઓ અંગે પુરાવા સહિત ફરીયાદો થતા કલેકટર પણ ચોંકી ઉઠયાનું કહેવાય છે.

(4:33 pm IST)