Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

જીએસટી અંગે માર્ગદર્શન

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને ફેડરેશન ઓફ ઈન્ડીયન એકસપોર્ટ ઓર્ગેનાઈઝેશન એફઆઈઈઓના સંયુકત ઉપક્રમે ''જી.એસ.ટી.કાયદાની નિકાસકારોને સ્પર્ષતી ઓથોરાઈઝડ ઈકોનોમીક ઓપરેટર્સ-એઈડીની જોગવાઈ અંગે ચેમ્બર હોલમાં યોજવામાં આવેલ સેમિનારમાં મુંદ્રા સ્થિત કસ્ટમ્સ કમિશ્નર જીએસટી સંજયકુમાર અગ્રવાલ, એડીશનલ કમિશ્નર આર.કે.ચંદન, ડેપ્યુટી કમિશ્નર જોગીન્દરસિંઘ અને ડેપ્યુટી ડાયરેકટર ઓફ ફોરેન ટ્રેડ, રાજકોટ સુવિધ શાહ ઉપસ્થિત રહી નિકાસકારોને એઈઓની યોગ્યતા, વેપાર- ઉદ્યોગને મળવાપાત્ર લાભ અંગે માર્ગદર્શન આપેલ. સેમિનારના પ્રારંભે રાજકોટ ચેમ્બરના ઉપપ્રમુખ અને ફીઓના કન્વીરનર પાર્થ ગણાત્રાએ સ્વાગત ઉદ્બોધન કરેલ. કસ્ટમ્સ કમિશ્નરશ્રીઓ તથા સ્પીકર હિરેન રૂપારેલ દ્વારા પાવરપોઈન્ટર પ્રેઝન્ટેશન દ્વારા મુંદ્રા પોર્ટ માટે જાહેર કરાયેલ ''એડવાન્ટેજીસ એન્ડ કોસ્ટ સેવિંગ્સ ઓફ- એઈઓ'' વિવિધ પોર્ટ પરના ડાયરેકટ ડીલીવરી ચાર્જીસ, ચુકવવા પાત્ર સી.એફ.એસ.ચાર્જીસ વિ.વિષે માહિતી પૂરી પાડી હતી. ગૌતમભાઈ ધમસાણીયાએ આભારવિધિ કરેલ અને કાર્યક્રમનું સંચાલન ચેમ્બરના ટ્રેઝર પ્રણવ શાહે કર્યુ હતું.(૩૦.૯)

(4:11 pm IST)