Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

ચેક પાછો ફરતાં પાર્થ ટ્રાવેલ્સના માલીક સામે અદાલતમાં ફરિયાદ

રાજકોટ તા.૧૭: રાજકોટના ઓમનગર સર્કલ, ૧૫૦ ફુટ રીંગ રોડ, ખોડલ હોટલ સામે, પાર્થના નામે ટ્રાવેલ્સનો ધંધો કરતાં મિલનભાઇ પ્રતાપભાઇ ડોડીયા પાસેથી રાજકોટનાં ગૌતમનગર મેઇન રોડ, દ્રષ્ટી એપાર્ટમેન્ટમાં રહેતા રણજીતભાઇ ભાણજીભાઇ ચૌહાણે રૂ.૨૭,૫૧,૦૦૦-૦૦ માં વાહન લોન સહિત વેચાણથી લીધાં બાદ શોદો રદ થતાં મિલનભાઇ પ્રતાપભાઇ ડોડીયાએ લીધેલ રકમ પરત કરવા આર્થિક મુશ્કેલીના લીધે રૂ.૬,૨૫,૭૨૭-૦૦નો ડ્યુડેટનો ચેક રણજીતભાઇ ભાણજીભાઇ ચૌહાણના નામનો આપેલ જે બેન્કમાં ભરતાં બેન્ક ખાતામાં પુરતી રકમ ન હોય ચેક સ્વીકારાયા વગર પરત ફરતાં લીગલ નોટીસ આપવા છતાં રકમ ભરપાઇ કરી શકેલ ન હોય નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એકટ હેઠળ કોર્ટમાં ફરીયાદ કરતાં મિલનભાઇ પ્રતાપભાઇ ડોડીયા મુદતે કોર્ટમાં હાજર થવા રાજકોટના જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ શ્રી એન.એ.વસવેલીયાએ સમન્સજારી કરવા હુકમ કરેલ છે.

આ કામે રણજીતભાઇ ભાણજીભાઇ ચૌહાણના વકિલ તરીકે શ્રી હાર્દિક જી.ડોડિયા રોકાયેલ હતા.

(3:50 pm IST)