Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

રાત્રે વરસતાં વરસાદમાં મેયર કંટ્રોલરૂમ પર સતત ખડેપગે

રાજકોટઃ રાજકોટમાં ગઇકાલે રાત્રે ૮ વાગ્યે ધોધમાર વરસાદ વરસતા મેયર બીનાબેન આચાર્ય રાત્રે જયુબેલીબાગ ખાતે કંટ્રોલ રૂમ, કનક રોડ તથા રેલનગરના ફાયર બ્રિગેડ ખાતે ઉપસ્થિત રહી પાણી ભરવા સહીતની ફરીયાદનો ચીતાર મેળવી સમસ્યા તાત્કાલીક હલ કરવા સંબધીત વિભાગના અધિકારીને જરૂરી સુચના આપી હતી. ઉપરોકત તસ્વીરમાં મેયર બીનાબેન આચાર્ય સાથે ડે.મેયર અશ્વિનભાઇ મોલીયા, દલસુખભાઇ જાગાણી, કર્મચારીઓ ફાયર બ્રિગેડ ખાતે મુલાકાત લીધી હતી તે વખતની તસ્વીરમાં નજરે પડે છે. બીજી તસ્વીરમાં મેયર કંટ્રોલ રૂમમાં વિગત મેળવી રહ્યા છે સાથે કોર્પોરેટર અનિતાબેન ગોસ્વામી દર્શાય છે.(તસ્વીર-સંદિપ બગથરીયા)

(3:48 pm IST)