Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

નાણાવટી ચોકમાં બે માસથી બંધ મોબાઇલની દૂકાનમાંથી હાથફેરો

તસ્કરો એસી અને આઇફોન મોબાઇલ ચોરી ગયાની ઇન્દુબેનની રાવ

રાજકોટ તા. ૧૭: રૈયા રોડ પર રામેશ્વર પાર્ક-૫માં રહેતાં ઇન્દુબેન ખીમજીભાઇ વાઢેર (મોચી) (ઉ.૪૮)ની નાણાવટી ચોક સત્તાધાર પાર્ક મેઇન રોડ પર શ્રીનાથજી કોમ્પલેક્ષમાં આવેલી ધ મોબાઇલ શોપ નામની બંધ દૂકાનના કાચનો દરવાજો તોડી કોઇ અંદરથી એસી, આઇફોન મળી રૂ. ૨૫ હજારની માલમત્તા ચોરી જતાં યુનિવર્સિટી પોલીસને જાણ કરી છે.

પીએસઆઇ એન. બી. ડાંગરે આ મામલે ઇન્દુબેનની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ સામે આઇપીસી ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ ગુનો નોંધ્યો છે. આ દૂકાનમાં ઇન્દુબેનનો પુત્ર બેસતો હતો. ત્રણેક માસ પહેલા તેની પુત્રવધૂએ કેસ કરતાં હાલમાં તેનો પુત્ર જેલમાં હોઇ આ દુકાન ત્રણેક માસથી બંધ હતી. પોલીસે ચોરી કોણે કરી? તે અંગે તપાસ શરૂ કરી છે.

માધાપરમાંથી અચલ પરમારનું હોન્ડા ચોરાયું

રાજકોટ તા. ૧૭: માધાપર ગામના વણકરવાસમાં સદ્દગુરૂ એજન્સીની બાજુમાં રહેતાં અચલ કમલેશભાઇ પરમાર (ઉ.૩૦)નું હોન્ડા જીજે૩કેડી-૫૭૦૨ રૂ. ૫૦ હજારનું કોઇ તેના ઘર પાસેથી લોક તોડીને ચોરી જતાં ગાંધીગ્રામના પીએસઆઇ આર. એસ. પટેલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(12:27 pm IST)