Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

એરપોર્ટ પાસે બાઇક સામ સામે અથડાતાં સીઆઇએસએફના ત્રણ કર્મચારીને ઇજા

રાજકોટ તા. ૧૭: એરપોર્ટ રોડ પર બે બાઇક સામ-સામે ભટકાતાં સીઆઇએસએફના ત્રણ કર્મચારીને ઇજા થઇ હતી.

એરપોર્ટ કોલોની સીઆઇએસએફ કવાર્ટરમાં રહેતાં વિજયભાઇ અશોકભાઇ ચોૈહાણ (ઉ.૩૫), સોનુસિંઘ (ઉ.૨૭) અને ઇન્દ્રજીતસિંઘ સોઢી (ઉ.૪૫) રાત્રે વરસતા વરસાદમાં બાઇક લઇને નીકળ્યા ત્યારે સામ-સામે અથડાતાં ઇજા થતાં ત્રણેયને સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં સીઆઇએસએફના અધિકારીએ તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડતાં ગાંધીગ્રામ પોલીસને જાણ કરવામાં આવી હતી. સોનુસિંઘ અને ઇન્દ્રજીતસિંઘ એક બાઇકમાં હતાં. સામે વિજયભાઇ બીજા બાઇકમાં હતાં. ગાંધીગ્રામના રવજીભાઇ પટેલ કાર્યવાહી માટે પહોંચ્યા હતાં. પણ ઘરમેળે સમાધાન કરી લેવામાં આવ્યું હતું.

(12:26 pm IST)