Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

રાજકોટની હોટેલમાં પરિણિતા પર બળાત્કારના ગુનામાં મોરબીના બરવાળાનો શખ્સ પકડાયો

હીરા રબારી આગોતરા સાથે મહિલા પોલીસમાં રજુઃ જામીન મુકત

રાજકોટ તા.૧૭: ભુતખાના ચોકમાં આવેલી હોટલમાં મોરબી પંથકની પરિણીતાને ઠંડુ પીણુ પીવડાવી બેભાન કરી બળાત્કાર ગુજારવાના ગુન્હામાં બરવાળાનો રબારી શખ્સ આગોતરા સાથે રજૂથતા મહિલા પોલીસે ધરપકડ કરી જામીનમુકત કર્યો છે.

મળતી વિગત મુજબ મોરબી પંથકની પરિણીતાને બરવાળાનો હીરા કરમણભાઇ ખાંભલાએ પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી તેના બીભત્સ ફોટા પાડી બાદ વાયરલ કરવાની ધમકી આપી હીરાએ પરિણીતાને રાજકોટની હોટલમાં લઇ જઇ ઠંડુ પીણુ પીવડાવતા પરિણીતા બેભાન થઇ ગઇ હતી બાદ રબારી શખ્સે બળાત્કાર ગુજાર્યો હતો. અને આ બાબતે કોઇને કહીશ તો ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી બે-ત્રણ વખત રાજકોટ બોલાવી પરિણીતાને મરજી વિરૂધ્ધ દુષ્ક્રર્મ આચર્યુ હતુ આ બનાવ અંગે પરિણીતાએ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઇ એન.એસ.સવનીયા તથા રાઇટર પ્રિયંકાબેને તપાસ હાથધરી હતી. દરમ્યાન હીરા કરમણભાઇ ખાંભલા (ઉ.વ.૨૪) (રહે. બરવાળા તા.મોરબી) ગઇકાલે આગોતરા સાથે રજુ થતા મહિલા પોલીસે તેની ધરપકડ કરી જામીન મુકત કર્યો હતો. હીરા રબારી બરવાળાની શાળામાં પ્યૂન તરીકે નોકરી કરે છે

(11:48 am IST)