Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

રાજકોટમાં માલવિયા વાડીની દિવાલ કડડડભૂસઃ બે ગાડી દબાઇ...

રાજકોટ : શહેરના ગોંડલ રોડ ઉપર આવેલ દશા સોરઠીયા વણિક જ્ઞાતિની વાડી માલવિયા વાડીની દિવાલ ગઇકાલે તોફાની વરસાદને કારણે પાછળના ભાગે કડડડભૂસ થઇ જતા આ દિવાલ પાછળ ઉભેલી બે ગાડીનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો, જે તસ્વીરમાં જોઇ શકાય છે, હાલ માલવિયા વાડીમાં રીનોવેશન કામ શરૂ કરાયું છે, અને ત્યાં જ આ દિવાલ ધડાકાભેર તૂટી પડી હતી, જેના કાટમાળ નીચે લાખોની કિંમતની મારૂતિ ઝેન અને એચ. રોડવેઝ વાળાનો ટેમ્પોનો ભાંગીને ભૂકકો થઇ ગયો હતો, કોઇ જાનહાની થઇ નથી. પણ દિવાલ પડી જતા આ વિસ્તારનો રસ્તો સંપૂર્ણ બ્લોક થઇ ગયેલો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(11:45 am IST)