Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

ભારે વરસાદથી વીજ તંત્રના ૬૦૦ થાંભલા હજુ પણ જમીન દોસ્તઃ ૧ર૮ ગામોમાં અંધારપટ

રાજકોટમાં ભારે વરસાદ છતા નહીવત ફરિયાદોઃ લોકો વીજ તંત્રનો આભાર માને છે... : ૧૮૭ ફીડર બંધઃ ૪ર ટ્રાન્સફોર્મર ઉડી ગયાઃ સરખુ થતા ૭ર કલાક નીકળી જશે : રાજકોટમાં રાત્રે થોડીવાર ટ્રીપીંગ આવ્યું બાદમાં બધી લાઇટો યથાવત ચાલુઃ આખી રાત રાઉન્ડ ધ કલોક ફરજ બજાવતો સ્ટાફ

રાજકોટ તા. ૧૭ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં અનેક સ્થળે ભારે વરસાદ પડયો  અને તેના સંદર્ભે વીજ તંત્રને લાખો રૂ.નું નુકશાન વહન કરવાનો વારો આવ્યો છે.

ગઇકાલે રાજકોટ ઉપર બારેમેઘ ખાંગા થયા હતા, તો અન્યત્ર પણ ધોધમાર વરસાદ પડયો હતો.

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ-પુરના પાણીથી વીજ તંત્રના ૬૦૦ થી વધુ થાંભલા જમીનદોસ્ત થઇ ગયા છે, અને ૧ર૮ ગામોમાં અંધારપટ હોવાનું આજે સવારે વીજ તંત્રના સત્તાવાર સુત્રોએ ઉમેર્યુ હતું.

આ સાધનોએ ઉમેર્યુ હતું કે, કુલ ૧ર૮ ગામોમાં અંધારાની હાલતમાં છે, જેમાં મોરબીના ૧ર, જામનગર-૧૬, પોરબંદર-૧૦૪ જુનાગઢ-૪, ભાવનગર-૩૪, અમરેલી-૪૭, અને બોટાદના-પ ગામો બંધ હોવાનું જાહેર થયું છે.

આ ઉપરાંત ૧૮૭  ફીડર બંધ હાલતમાં છે, જયારે એગ્રીકલ્ચરના ૧પ૪, અર્બન વિસ્તારના પ, જેવાયજીના-રર ફીડર ટ્રીપીંગમાં ગયા છે.

પ૯૩ થાંભલા પડી ગયા જેમાં સૌથી વધુ ભાવનગર પંથકમાં ૧૯૯  અને રાજકોટ ગ્રામ્યમાં ૧ર૯ થાંભલાનો સમાવેશ થાય છે, ૪ર ટ્રાન્સફોર્મર ઉડી ગયા છે, વીજ પુરવઠો પુર્વવત થતા ૭ર કલાક જેવો સમય નીકળી જશે.

(11:34 am IST)