Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

સરકારની સૂજલામ - સૂફલામ યોજના કેટલા તળાવ ભરાયા : સરકારે વિગતો માંગી

કલેકટર તંત્ર દ્વારા પાંચ તાલુકામાં વીડીયોગ્રાફી કાર્યવાહી શરૂ

રાજકોટ તા. ૧૬ : તાજેતરમાં સરકારે એક મહીનો સૂજલામ - સૂફલામ યોજના અમલમાં મૂકસ હતી, રાજકોટ જિલ્લામાં જસદણ, વિંછીયા, પડધરી, ગોંડલ, જામકંડોરણા પંથકમાં ચેકડેમો - તળાવો ઉંડા ઉતારવાની કામગીરી લોકફાળાથી મોટાપાયે થઇ હતી.

તાજેતરમાં સારો એવો વરસાદ ઉપરોકત વિસ્તારોમાં પડી ગયો છે, આથી રાજ્ય સરકારે કેટલા તળાવો - ચેકડેમો ભરાયા, પહેલા કરતા કેટલુ પાણી વધુ સંગ્રહ કરી શકાયુ, તે તમામ વિગતો માંગતા કલેકટર તંત્ર ફરી દોડધામમાં પડી ગયું છે, અને ઉપરોકત તમામ તાલુકામાં ખોદકામ, તળાવો, ચેકડેમ, ઉલેચાયેલ માટી તેનો ઉપયોગ વિગેરે બાબતોનું વીડીયો શુટીંગ કરી ફોટા પાડી આખી ડોકયુમેન્ટરી ફિલ્મ બનાવવાની કાર્યવાહી આરંભયાનું એડી. કલેકટર શ્રી હર્ષદ વોરાએ ઉમેર્યું હતું.

(4:10 pm IST)