Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

સંતોષીનગર મેઇન રોડ વિસ્તારમાં પેવર કામનું ખાતમુર્હુત

રાજકોટ શહેરના નં.૩માં રૂ.૪.૪૭ કરોડના ખર્ચે સંતોષીનગર મેઇન રોડ પેવર કામનો શુભારંભ ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી, રાજકોટ શહેર ભાજપના મહામંત્રી કિશોરભાઇ રાઠોડના હસ્તે કરવામાં આવેલ. આ પ્રસંગે વોર્ડ નં.૩ ના કોર્પોરેટર બાબુભાઇ ઉધરેજા, નરેન્દ્રસિંહ જાડેજા (ટીકુભાઇ), કુસુમબેન ટેકવાણી, અલ્પનાબેન દવે, વોર્ડના પ્રભારી મનુભાઇ વઘાસીયા, પ્રમુખ હેમુભાઇ પરમાર, મહામંત્રી રાજુભાઇ દરીયાનાણી, હિતેશભાઇ રાવલ, ભાજપ અગ્રણી બાબુભાઇ પરેશ, મનહરસિંહ ગોહિલ, સુનિલભાઇ ટેકવાણી, વિલાસબા સોઢા, કમળાબેન, દાનાભાઇ કુંગસીયા, દીપકભાઇ દવે, મયુરભાઇ ગાંગાણી તેમજ વિસ્તારના રહેવાસીઓ હાજર રહેલ હતા.

(4:14 pm IST)