Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

કોળી- ઠાકોર સમાજના આગેવાનોમાંથી મુખ્યમંત્રી બનાવોઃ રાજકોટમાં મીટીંગ

રાજકોટઃ સમસ્ત કોળી- ઠાકોર સમાજના આગેવાનોની રાજકોટમાં મીટીંગ મળી હતી. આ મીટીંગમાં કોળી- ઠાકોર સમાજના રાજકીય આગેવાનોમાંથી કોઈ એકને મુખ્યમંત્રી બનાવવા માંગ કરાઈ હતી. કુંવરજીભાઈ બાવળીયા, અમિતભાઈ ચાવડા, ભરતસિંહ સોલંકી, પરસોત્તમભાઈ સોલંકી, દેવજીભાઈ ફતેપરા, પુંજાભાઈ વંશ, મહેન્દ્ર મુંજપરા, જુગલજી ઠાકોર, રાજેશ ચુડાસમા, વિમલ ચુડાસમા, ઋત્વિક મકવાણા, હીરાભાઈ સોલંકી, ગેનીબેન ઠાકોર, પરસોત્તમ સાબારીયા, ભરતસિંહ ડાભી, ભરતજી ઠાકોર, ધવલસિંહ ઠાકોરમાંથી કોઈપણ એક ને મુખ્યમંત્રી બનાવવા માંગ કરવામાં આવી હતી. આમ પાટીદાર અને ક્ષત્રિય સમાજ બાદ કોળી- ઠાકોર સમાજ દ્વારા પણ પોતાના સમાજમાંથી મુખ્યમંત્રી બનાવવા માંગ ઉઠી છે.(તસ્વીરઃ અશોક બગથરીયા)

(4:13 pm IST)