Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

મોટા મૌવા- મુંજકા હદ વચ્ચેનો રોડ એકદમ ભંગાર હાલતમાં

કોર્પોરેટરો આ વિસ્તારની મુલાકાત લ્યે : રસ્તા ઉપર મસમોટા ખાડાના લીધે વાહનચાહકો રોડની સાઈડમાંથી ચાલવતા હોય અકસ્માતનો ભયઃ હોકળામાં જીવજંતુઓનો ત્રાસ, નિયમીત સફાઈ કરાવવા લતાવાસીઓની માંગ

રાજકોટઃ હાલમાં રાજકોટમાં ભળેલ મોટામૌવા- મુંજકાની હદ વચ્ચેનો રોડ સાવ ખરાબ થઈ ગયેલ છે. રોડમાં મોટા મોટા ખાડા (ફોટામાં બતાવ્યા પ્રમાણે) હોવાથી વાહન ચાલકો રોડની સાઈડમાં વાહનો ફુટ ગતિમાં દોડે છે, જેમાં ટ્રેકટર, જેસીબી, મોટર રીક્ષા તથા બાઈક ચાલકો વાહનો રોડની સાઈડમાંથી ચલાવે છે. તેથી અકસ્માતનો ભય રહે તો હોવાનું શ્રી રાજેન્દ્રભાઈ સોલંકીએ જણાવ્યું છે.તેઓએ વધુમાં જણાવેલ કે અમારા વિસ્તારમાં ચુંટાયેલા કોર્પોરેટરોને વિનંતી કે અમારા વિસ્તારમાં ઓરૂમ-૧ની બાજુમાંથી હોકળો છે જેમાં (ફોટામાં બતાવ્યા પ્રમાણે) ચોમાસામાં પાણીના ખાડા ભરાયેલા નોળીયા, ઘો તથા નાના જનાવરો અવનારનવાર આજુબાજુના વિસ્તારમાં દેખા દે છે. તો આ હોકળાની સફાઈ થઈ જાય તો આજુબાજુના રહેવાસીઓને રાહત મળી શકે. મ્યુનિસિપાલિટીમાં ભળ્યા બાદ આ હોકળાની સફાઈ અત્યાર સુધી કયારેય થયેલ નથી. હોકળામાં કચરો તેમજ ઝાડ- ઝાખરા હોવાથી તેમાં ભુંડને પણ ત્રાસ છે. તો વહેલાસર આ હોકળાની તથા રસ્તાની આજુબાજુમાં ગંદકીની સફાઈ જો ચોમાસા પહેલા કરવામાં આવે તો ત્યાં પાણીનો  ભરાવો ન થાય અને જીવ- જંતુઓનો ત્રાસ ન વધે તે માટે અત્યારે જો સફાઈ કરવામાં આવે તો આજુબાજુના રહેવાસીઓને રાહત રહે. તેમ શ્રી રાજેન્દ્રભાઈ સોલંકીએ યાદીના અંતમાં જણાવાયું છે.

(4:05 pm IST)