Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

એપેક્ષ ફાર્માસ્યુટીકલ્સ અને તેના માલિકો વિરૂદ્ધ ૧૫ લાખના ચેક રિટર્નની ફરિયાદ

રાજકોટ, તા. ૧૭ :. અત્રે રમેશભાઈ દુધાત્રાના પત્નિ અંજનાબેન અને માતા જયાબેનની આર્થિક સગવડતા મુજબ એપેક્ષ ફાર્માસ્યુટીકલ્સના ભાગીદારો (ભાઈઓ) મનોજભાઈ અને રાજેશભાઈ લાલજીભાઈ ગજેરા જે.બી. કોમ્પ., મોટી ટાંકી ચોકવાળાને કુલ રકમ રૂ. ૧૫,૦૦,૦૦૦ની મદદ અન્વયેની રકમ પરત કરવા આપેલા ચેક રીટર્ન થતા નેગો. ઈન્સ્ટ્રુ. એકટની કલમ ૧૩૮ મુજબની ફરીયાદ દાખલ થતા આરોપી એપેક્ષ ફાર્માના ભાગીદારોને કોર્ટમાં હાજર થવા ફરમાન કરેલ છે. આ કેસની વિગતે રાજેશભાઈ દુધાત્રા સાથે મનોજભાઈ અને રાજેશભાઈને છેલ્લા ૧૫ વર્ષથી મિત્રતા હોવાથી એકબીજા સાથે અંગત સંબંધ અને વ્યવહારોને ધ્યાને રાખી ફાર્મા કાું.મા નાણાકીય સગવડતા અર્થે રાજેશભાઈ દુધાત્રાએ તેના માતા-પત્નિ અને ભાભીની અંગત મૂડીમાંથી બેંક મારફત અને રોકડ વ્યવસ્થા મુજબની રોકડ રકમ કુલ રૂ. ૧૫,૦૦,૦૦૦ની ધંધાના વિકાસ અર્થે મદદ કરેલ હતી જે મદદ અન્વયે સમય મર્યાદામાં રકમ પરત ચુકવવા અંજનાબેન તથા ભૂમિકાબેનના કાયદેસરના લેણા ચુકવવા એપેક્ષ ફાર્માસ્યુટીકલ્સ પેઢીનો રૂ. ૭,૦૦,૦૦૦નો અને જયાબેનને રૂ. ૮,૦૦,૦૦૦ ચૂકવવાનો બીજો ચેક આપેલ.આ બન્ને ચેક મુજબની રકમ બેન્કમાં વટાવવા નાખતા ચેક એકાઉન્ટ કલોઝ હોવાના કારણે પરત ફરતા ફરીયાદી જયાબેન ભીખાભાઈ દુધાત્રા તથા ફરીયાદી અંજનાબેન રાજેશભાઈ દુધાત્રાએ ચેક રીટર્ન અન્વયેની નોટીસ પાઠવેલ જે નોટીસ સમયમાં રકમ નહી ચુકવતા ફરીયાદીએ રાજકોટની સ્પે. નેગો. કોર્ટ સમક્ષ અલગ અલગ બે ફરીયાદ વકીલ જયેન્દ્ર એચ. ગોંડલીયા મારફત દાખલ કરતા કોર્ટે એપેક્ષ ફાર્માસ્યુટીકલ્સના ભાગીદારોને કોર્ટ સમક્ષ હાજર થવા હુકમ ફરમાવેલ છે. સદરહુ કામે ફરીયાદી જયાબેન ભીખાભાઈ દુધાત્રા તથા ફરીયાદી અંજનાબેન રાજેશભાઈ દુધાત્રા વતી ગોંડલીયા એસોસીએટ્સના જયેન્દ્ર એચ. ગોંડલીયા તથા હિરેન ડી. લિંબડ, મોનિષ જોષી, કુલદિપસિંહ વાઘેલા, કરણ ડી. કારીયા (ગઢવી), કાજલબેન ખસમાણી, ખુશીબેન ચોટલીયા, નીરાલીબેન કોરાટ, શીરાકમુદીન એમ. શેરશીયા, વિરલ વડગામા, ક્રિષ્નાબેન પીઠડીયા, પીયુષ કોરીંગા, મૌલીક ગોધાણી તથા સમીર શેરશીયા તથા ધારા બગથરીયા તથા પ્રિયંકાબેન સાગધ્રા તથા મયુર ગોંડલીયા રોકાયેલ હતા.

(4:04 pm IST)