Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

હાશ ! હોટલો ખુલી : મુડ બદલવા બહાર જમનારાઓ અને હોટલ સંચાલકો બન્નેને હાશકારો

રાજકોટ : કોરોના સંક્રમણના કારણે લાંબા સમયથી હોટલો બંધ રહેતા મુડ બદલવાના હેતુથી બહાર જમવા જનારાઓ અકળાઇ ગયા હતા. ધીરે ધીરે લોકડાઉન હળવુ થતા પાર્સલ સેવા ખુલી અને હવે હોટલમાં જ બેસીને જમવા માટે પણ નિયમ પાલન સાથે મંજુરી અપાતા હોટલ સંચાલકો અને બહારનું જમનારા એમ બન્નેને હાશકારો થયો છે. પરિવાર સાથે જમવા આવનારા આવા લોકોના 'ભાઇ છાશ આપજો ને, થોડુ સ્પાઇસી રાખજો ને, સલાડ આવા દેજો ને' જેવા અવાજોથી હોટલોમાં ફરી રોમાંચકતા પાછી વળવા લાગી છે. વેઇટરો પણ દોડી દોડીને બમણા ઉત્સાહથી થાળીઓ પીરસવામાં લાગી ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આવા જ કઇક દ્રશ્યો રાજકોટની હોટલોના તસ્વીરોમાં જોવા મળે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:15 pm IST)