Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

શહેર ભાજપ દ્વારા તમામ વોર્ડના પ્રભારીઓની ઘોષણા

વોર્ડ નં. ૧ દિલીપભાઇ પટેલ, વોર્ડ નં. ર, મનુભાઇ વઘાસીયા, વોર્ડ નં. ૩ દિનેશભાઇ કારીયા, વોર્ડ નં. ૭ પ્રતાપભાઇ વોરા, વોર્ડ નં. ૧૦ માં પ્રવિણભાઇ મારૂની વરણી

રાજકોટ : શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરની એક અખબારી યાદીમાં જણાવેલ છે કે રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ તેમજ સૌરાષ્ટ્ર ઝોનના ઈન્ચાર્ર્જ વિનોદભાઈ ચાવડા સાથે વિચાર–વિમર્શ  અને રાજકોટ મહાનગરના પ્રભારી ઝવેરીભાઈ ઠકરાર સાથે સંકલન કરી શહેરના  તમામ વોર્ડમાં  નવનિયુકત પ્રભારીઓની જાહેરાત કરેલ છે. આ તકે શહેર ભાજપ તમામ વોર્ડના  આ નવનિયુકત પ્રભારીઓને   ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા,  ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવીંદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડ,  શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિહ ઠાકુર, મેયર ડો. પ્રદીપ ડવ, પ્રદેશ ભાજપ મંત્રી  બીનાબેન આચાર્ય, મહીલા મોરચા પ્રભારી  અંજલીબેન રૂપાણી  સહીતના અગ્રણીઓએ તેમજ  કાર્યકર્તાઓએ આવકારી શુભેચ્છા પાઠવેલ હતી. ભાજપના નવનિયુકત વોર્ડ પ્રભારીઓ આ મુજબ છે. વોર્ડ નં. ૧ દિલીપભાઇ પટેલ, વોર્ડ નં. ર મનુભાઇ વઘાશીયા, વોર્ડ નં. ૩ દિનેશભાઇ કારીયા, વોર્ડ નં. ૪ દિપકભાઇ પનારા, વોર્ડ નં. પ રમેશભાઇ અકબરી, વોર્ડ નં. ૬ રમેશભાઇ પરમાર, વોર્ડ નં.  ૭ પ્રતાપભાઇ વોરા, વોર્ડ નં. ૮ નિતીનભાઇ ભુત, વોર્ડ નં.  ૯ ડો. જૈમનભાઇ ઉપાધ્યાય, વોર્ડ નં. ૧૦ પ્રવિણભાઇ મારૂ, વોર્ડ નં. ૧૧ રાજુભાઇ માલધારી, વોર્ડ નં. ૧ર પ્રવિણભાઇ ઠુંમર, વોર્ડ નં. ૧૩ રાજૂભાઇ બોરીચા, વોર્ડ નં. ૧૪ હસુભાઇ ચોવટીયા, વોર્ડ નં. ૧પ જીણાભાઇ ચાવડા, વોર્ડ નં. ૧૬ અશ્વિનભાઇ મોલીયા, વોર્ડ નં. ૧૭ શૈલેષભાઇ પરસાણા વોર્ડ નં.  ૧૮ જીજ્ઞેશભાઇ જોષી. 

(3:14 pm IST)