Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી દ્વારા ટેકનોલોજીનો લોકસેવામાં ઉપયોગ : કાર્યાલયમાં ઓન-લાઇન ફરિયાદ નિવારણ

નગરજનો ઘેર બેઠા ફોટોગ્રાફ સાથે વિપક્ષી નેતાને ફરિયાદ મોકલી શકશે : ઓનલાઇન ડેસ્ક શરૂ થતાં જ ૯ ફરિયાદો મળી

નગરજનોએ ઓનલાઇન નોંધાવેલી ફરિયાદનો લેપટોપના માધ્યમથી જે તે અધિકારીઓને મોકલીને ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહેલા ભાનુબેન સોરાણી તથા તેઓની સાથે કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટ દર્શાય છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૭ : મ.ન.પા.ના વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીએ વર્તમાન આધુનિક ટેકનોલોજીનો લોકસેવામાં ઉપયોગ કરી નાગરિકોની નાની-મોટી ફરિયાદોનો નાગરિકો પોતાના ઘરે બેઠા જ નિકાલ કરાવી શકે તે માટે ઓનલાઇન હેલ્પ ડેસ્ક આજથી મ.ન.પા.ના વિપક્ષી નેતાના કાર્યાલય ખાતેથી શરૂ કર્યો હતો.

આ અંગેની વિગતો મુજબ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા શ્રીમતી ભાનુબેન સોરાણી એ જણાવ્યું છે કેઆધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા અને ટેકનોલોજી યુગ અને દૂર સંચાર યુગના પ્રણેતા તેમજયુવાઓને ૧૮ વર્ષે મતદાન કરવાના અધિકાર આપનાર ભારતરત્નઅને મહામાનવ યુવા ભારતનાશિલ્પી એવા ભારત દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધીજીએ આ ટેકનોલોજી ક્રાંતિ લાવ્યા છે ત્યારે હાલના ૪જી-૫જી યુગમાં સમય સાથે કદમ મિલાવી લોકો પોતાની ફરિયાદો અને પ્રાથમિક પ્રશ્નો પરત્વે હેરાન-પરેશાન થઇ રહ્યા છે અને સરકારી કચેરીમાં ઘરમ ધક્કા ખાવા પડ્યા છે ત્યારે જુદીજુદી સુવિધાઓથી માંડી ફરિયાદ નોંધણીની પ્રક્રિયા વધુને વધુ આધુનિક અને ડીજીટલ બની રહી છે ત્યારે કોંગ્રેસ પક્ષના રાજકોટ મનપાના વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણી એ સમય સાથે જોડાઈને લોકોપયોગી ફરિયાદો સ્વીકારવાનું પ્લેટફોર્મ સ્માર્ટ બનાવ્યું છે ત્યારે શ્રીમતી ભાનુબેન સોરાણીએ'વિરોધપક્ષના નેતાનું ઓનલાઈન ડેશબોર્ડ'ગુગલ પ્લેટફોર્મ પર એકટીવ કર્યું છે. ત્યારે રાજકોટના નગરજનો પોતાની ફરિયાદhttps://forms.gle/Jv5EKZscFozciKTK7લીંક ઉપર નોંધાવી પ્રજા પ્રશ્નોનો ઉકેલ લાવી શકે જેથી સમગ્ર રાજકોટ શહેરમાં વસતા લોકો આ ઓનલાઈન ડેશબોર્ડનો લાભ લેવા જાહેર જનતાને વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણીએ અપીલ કરી છે.

નોંધનિય છે કે આજે બપોર સુધીમાં જ અલગ અલગ પ્રકારની ૯ ફરિયાદો વિપક્ષી નેતાને ઓનલાઇન મળી હતી.

(3:13 pm IST)