Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

વડિલોએ રાત્રે સુતા પહેલા હળદર અને જાયફળવાળું નવશેકુ દૂધ પીવું જોઈએ

શું આપના ઘરમાં વડીલ છે? એમનો ખોરાક અને રોજનીષી કેવી હોવી જોઈએ?

સમાજના એવા નશીબદાર  લોકો જેમને વડીલોની સંભાળ રાખવાનો મોકો મળ્યો છે તેઓ તેમની સંભાળ વધારે સારી રીતે રાખી શકે એવા ઉદ્દેશથી થોડી માહિતી  અહીં રજૂ થઈ છે.

(૧)વડીલોને સૌથી વધારે જરૂર હોઈ છે નિયમિતતાની, જે રીતે આપ નાના બાળકના સુવા, જાગવા, ખાવા, પીવા માટે જાગૃત હોવ છો એવીજ઼ જાગૃતતા અને કદાચ એનાથી વધારે નિયમિતતા તમારે ઘરના વડીલો માટે રાખવી જોઈએ આનું કારણએ છે કે એમનું શરીર એમને આપણા શરીરની જેમ હવે  મદદરૂપ નથી હોતું અને કુદરતની રચના મુજબ જે ફેરફાર તમારૃંશરીર સ્વીકારના કરે તેની આડઅસર તમને આવે, અને આજ કારણ છે કે પ્રસંગ કે મુસાફરી દરમિયાન ખોરવાતા ખોરાક અને આરામના સમય બાદ વડીલો થોડા હેરાન થતા હૉય છે, માટે દરેક પરિસ્થિતિમાં એમની રોજનીષી બને એટલી બરકરાર રહે એનો ખ્યાલ રાખો..

(૨)  વડીલોને એકલતાનો અહેસાસ ના થાય અને એમનું મન પરોવાયેલું રહે એ માટે એમને વાંચન, ધાર્મિક -વૃત્તિ, સંગીત કે એવિ કોઈ પણ વસ્તુમાં વ્યસ્ત રાખો જેનાથી એમનું મનોબળ મજબૂત રહે છે અને જીવન જીવવાનો એક સારો અભિગમ બની રહે છે.

(૩) જો શારીરિક અનુકૂળતા હોય  તો થોડી કસરત કરે અને કુમળો તડકો મળી રહે એવો પ્રયત્ન કરો.

(૪) જેમ ઉંમર વધે એમ નીંદર ઓછી થવી એ બહુ સામાન્ય પ્રશ્ન છે આના કારણે મેટાબોલીશઝમ નબળું પડે છે,  રાત્રે સુતા પહેલા હળદળ અને જાયફળવાળું નવશેકું દૂધ ઓછી નીંદરની  સમસ્યા દૂર કરવામાં રાહત આપે છે.

(૫)  ઉંમર વધવા સાથે ખોરાક અને ખોરાકમાંથી સારા ઘટકો ગ્રહણ કરવાની શરીરની ક્ષમતા બંને ઓછા થઈ જાય છે,અને આના કારણે શરીરને જરૂરી પોષક તત્વોની ઘટ પડે છે, તાજા ફળો અને લીલા શાકભાજી એન્ટીઓકિસડેન્ટથી ભરપૂર હોવાથી તે આ ઘટ ઓછી કરવામાં મદદરૂપ થાય છે, ઉપરાંત શરીરના જો કોઈ કોષને ઈજા થઈ હોઈ તો તેને સામાન્ય કરવામાં મદદ કરે  છે, માટે વડીલોને તાજા ફ્રીઝમાં રાખ્યા વગરના ફળો અને શાકભાજી આપવાનો આગ્રહ રાખો.

(૬)  તમને કોઈ બીમારી હોય ત્યારે ડોકટર એવિ સલાહ આપતા હૉય છે કે તીખો, ગળ્યો કે તળેલો ખોરાક ના લેવો આનું કારણ એ છે કે આવા ખોરાક રોગપ્રતિકારક શકિત નબળી પાડે છે, માટે આ નિયમ વડીલો ને પણ ખાસ લાગુ પડતો હોય તેમના ખોરાકમાં આવા ખોરાકનો સમાવેશના બને એટલો ઓછો કરવો.

(૭)  વડીલોની દવા, રિપોર્ટ અને ડોકટરની મુલાકાતમાં નિયમિતતા જાળવવી, અને ખાસ કરીને જો વડીલો પોતાની રીતે દવા લેતા હોયતો જમ્યા પછી અને પહેલા લેવાની સૂચનાનું પાલન કરે છે કે નહિં એ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે, આમાં થતી ભૂલ નુકસાન કરી શકે છે.

અમે આ સાથે એક વિનંતી કરીએ છીએ કે આ સૂચનો સામાન્ય સ્વાસ્થ્ય ધરાવતા વડીલો માટે છે જો કોઈ તકલીફમાં ડોકટરની દવા ચાલુ હોયતો એમની સલાહ મુજબ જ આગળ વધવું.

નમ્રતા દાવડા

ડાયેટીશ્યન અને ન્યુટ્રીઓનીસ્ટ, મો.૯૭૧૪૨ ૦૦૫૫૪                          

નેહા ધામેચા

ડાયેટીશ્યન અને ન્યુટ્રીઓનીસ્ટ મો.૯૬૩૮૭૧૮૪૨૫

(3:13 pm IST)