Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા તૈયાર કરાયેલ પુસ્તિકાના ઇ-વર્ઝનનું વિમોચન

રાજકોટ : સૌરાષ્ટ્ર એજયુકેશન ફાઉન્ડેશન અને મહાનગરપાલિકા સ્થાપિત તથા સૌરાષ્ટ્ર એજયુકેશન ફાઉન્ડેશન સંચાલિત તેમજ ગુજકોસ્ટ માન્ય રેસકોર્ષ સ્થિત ઓ.વે. શેઠ પ્રાદેશિક લોકવિજ્ઞાન કેન્દ્રના નિયામક ડો. રમેશભાઇ ભાયાણી દ્વારા વૈશ્વિક મહામારીઓના ઇતિહાસ વિષયની તલસ્પર્શી જાણકારી આપતી પુસ્તિકા તૈયાર કરવામાં આવતા તેના ઇ-વર્ઝનનું વિમોચન લોકાર્પણ સાંસદ રામભાઇ મોકરીયા અને  મેયર ડો. પ્રદીપભાઇ ડવના હસ્તે કરવામાં આવ્યુ હતુ. લોકવિજ્ઞાન કેન્દ્રમાં થતી વિવિધ પ્રવૃત્તિઓને આ બન્ને મહાનુભાવોએ બિરદાવી હતી. વિમોચન થયેલ આ પુસ્તિકાની હાર્ડ કોપી રાજયના તમામ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રો અને શહેરની તમામ લાયબ્રેરીઓમાં નિઃશુલ્ક પહોંચતી કરાશે. ઉપરાંત જીજ્ઞાસુઓ ઇ-વર્ઝન મેળવવા મો.૯૯૭૮૮ ૨૫૮૨૯ ઉપર સંપર્ક કરી શકશે. તેમ લોક વિજ્ઞાન કેન્દ્રની યાદીમાં જણાવાયુ છે.

(3:12 pm IST)