Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

બીએપીએસ સ્વામિનારાયણ મંદિર કાલથી દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મુકાશે

માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવા, દંડવત પ્રણામ, માળાજાપ, કિર્તનગાન ન કરવા અપીલ

રાજકોટઃ કોરોના મહામારીને કારણે છેલ્લા કેટલાક મહિનાઓથી બંધ રહેલ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર સરકારશ્રી અને સંસ્થા દ્વારા અપાયેલ તમામ આદેશોને ધ્યાનમાં રાખી, આવતીકાલ તા. ૧૮, શુક્રવારથી દરરોજ સવારે ૮ થી ૧૦ અને સાંજે ૪ થી ૬  દરમ્યાન દર્શનાર્થીઓને નિત્ય દર્શન માટે સુલભ બનશે. મંદિર પરિસરમાં દર્શન માટે આવીએ ત્યારે સરકારશ્રી દ્વારા આપેલ અગત્યની સૂચનાઓ, મંદિર પરિસરમાં માસ્ક, સોશિયલ ડીસ્ટન્સનું પાલન કરવા, ઠાકોરજી સમક્ષ ફકત બે હાથ જોડીને નમન કરીએ, દંડવત/પંચાંગ પ્રણામ, માળાજાપ કે કીર્તનગાન ન કરીએ. ખાસ નિષ્ણાંતોના માર્ગદર્શન અનુસાર મંદિરમાં ઉતારા કે ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી હોવાનું યાદીમાં જણાવાયું છે.

(3:11 pm IST)