Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

કુવાડવામાં રસીકરણ : ગઢકામાં ડેમ સમારકામનું અને ત્રંબા ખાતે 'નલ સે જલ' યોજનાનું ખાતમુહુર્ત

રાજકોટ : કોરોનાની ત્રીજી લહેર સામે સુરક્ષાના ભાગરૂપે કુવાડવા ઇન્ડસ્ટ્રીયલ એસો. દ્વારા તાજેતરમાં મેગા રસીકરણ કેમ્પ જિલ્લા પંચાયતના સહયોગથી યોજવામાં આવ્યો હતો. જેમાં જિ.પં. પ્રમુખ ભુતભાઇ બોદર, કુવાડવા ઇન્ડસ્ટ્રીયલ એસો.ના પ્રમુખ ભગવાનજીભાઇ વાડોદરીયા, ખજાનચી સંજયભાઇ રંગાણી તથા કમીટી સભ્યો તેમજ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી. પી. વૈષ્ણવ, તા.પં. પ્રમુખ ભાવનાબેન પ્રકાશભાઇ કાકડીયા, જિ.પ. સદસ્ય શ્રીમતી પ્રવિણાબેન સંજયભાઇ રંગાણી, કુવાડવા સરપંચ સંજયભાઇ પીપળીયા, ગઢકા સરપંચ કેયુરભાઇ ઢોલરીયા, ચનાભાઇ રામાણી, ભીમભાઇ સોઢા, પ્રકાશભાઇ કાકડીયા, સી. ટી. પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન વઢકા ગામમાં વર્ષોથી 'વરવાળુ ડેમ' તુટી ગયો હતો તેનું સમારકામ શરૂ કરવામાં આવતા ખાતમુહુર્ત જિ.પં. પ્રમુખ ભુપતભાઇ બોદરના હસ્તે કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે ગઢકા સરપંચ કેયુરભાઇ ઢોલરીયા, તલાટી મંત્રી શ્રીમતી લીનાબેન, સભ્ય કીરીટભાઇ ગઢીયા, ચતુરભાઇ કલોલા, કૌશિકભાઇ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.  ત્રંબા કસ્તુરબા ધામ ખાતે નલ સે જલ યોજના અંતર્ગત પાણીની લાઇનનું ખાતુમુહુર્ત ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા તેમજ જિ.પં. પ્રમુખ ભુપતભાઇ બોદરના હસ્તે કરવામાં આવેલ. તે સમયની તસ્વીર નજરે પડે છે.

(3:06 pm IST)