Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

રાજકોટમાં આજે ૩ મોતઃ બપોર સુધીમાં માત્ર ૫ કેસ

શહેરમાં કુલ કેસનો આંક ૪૨,૫૮૦એ પહોંચ્યોઃ આજ દિન સુધીમાં ૪૧,૭૦૨ દર્દીઓએ કોરોનાને મ્હાત આપીઃ હાલમાં રિકવરી રેટ ૯૭.૯૪ ટકા થયોઃ હાલમાં ૬૫૫ દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટ તા. ૧૭: શહેર-જીલ્લામાં  છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાની સારવાર દરમિયાન  ૩ નાં મૃત્યુ થયા છે. શહેરમાં બપોર સુધીમાં ૫ કેસ નોંધાયા છે.

આ અંગે તંત્રની સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ તા.૧૬નાં સવારનાં ૮ વાગ્યા થી તા.૧૭નાં સવારનાં ૮ વાગ્યા સુધીમાં છેલ્લા ૨૪ કલાકમાં શહેર-જીલ્લાના ૩ દર્દીઓએ દમ તોડી દીધો હતો.

 ગઇકાલે ૧ પૈકી એકેય  મૃત્યુ કોરોનાને કારણે નહિં થયાનું સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટમાં જણાવ્યુ હતુ.

શહેર અને જીલ્લામાં સરકારી-ખાનગી હોસ્પિટલમાં ૫૬૭૭ બેડ ખાલી છે.

બપોર સુધીમાં કોરોનાના ૫ કેસ

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ માત્ર ૫ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૪૨,૫૮૦ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજ દિન સુધીમાં કુલ  ૪૧,૭૦૨ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.

ગઇકાલે કુલ ૧૬૬૨ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૧૯  કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૧.૧૪ ટકા થયો  હતો. જયારે ૧૬ દર્દીઓે સાજા થયા હતા. જયારે રિકવરી રેટ ૯૭.૯૪ ટકા થયો છે.

આજ દિન સુધીમાં ૧૧,૭૨,૨૯૯ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૪૨,૫૮૦૦ સંક્રમીત થતા પોઝિટિવ રેટ  ૩.૬૩ ટકા થયો છે. રિકવરી રેટ ૯૭.૯૪ ટકા એ પહોંચ્યો છે. જયારે શહેરમાં હાલમાં સરકારી હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ તથા હોમ આઇસોલેશન હેઠળ  ૬૫૫  દર્દીઓ સારવાર હેઠળ છે.

(3:03 pm IST)