Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

સ્લમ કવાટરમાં ચકલા પોપટના ચીત્રો પર જુગાર રમતા ચારને પોલીસે દબોચ્યા

પ્રનગર પોલીસે ઇમરાન, આકાશ, રોહીત અને રોહીત ગડીયલની ધરપકડ કરી : ભકિતનગર પોલીસે તીનપતીનો જુગાર રમતા ત્રણને ઝડપી લીધા

રાજકોટ,તા. ૧૭: જામનગર રોડ હુકડો સ્લમ કવાર્ટર પાસે પ્રનગર પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ચકલા પોપટના ચિત્રો પર જુગાર રમતા ચાર શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ જામનગર રોડ હુડકો સ્લમ કવાર્ટર પાસે કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમી મળતા પ્રદ્યુમનનગર પોલીસ મથકના પી.આઇ. એલ.એલ.ચાવડાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ કે.ડી.પટેલ તથા દેવશીભાઇ ખાંભલા, યુવરાજસિંહ અને મહાવીરસિંહ તથા અક્ષયભાઇ ડાંગર સહિતે દરોડો પાડી ચકલા-પોપટના ચિત્રો પર જુગાર રમતા જામનગર રોડ સ્લમ કવાર્ટર ટંકારાવાળી શેરીમાં રહેતા ઇમરાન રહીમભાઇ સાકરીયાણી (ઉવ.૨૪), આકાશ ગોવિંદભાઇ ગડીયલ (ઉવ.૨૯) રોહિત લાલજીભાઇ કબીરા (ઉવ.૨૪) અને પેડક રોડ આવાસ યોજના કવાર્ટર બ્લોક નં બી /૧૨ના રોહીત બાબુભાઇ ગડીયલ (ઉવ.૨૨)ને પકડી લઇ રૂ. ૩૮૦૦૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.

તીનપતીનો જુગાર રમતા ત્રણ પકડાયા

ભકિતનગર પોલીસ મથકના એ.એસ.આઇ ભાનુભાઇ મીયાત્રા અને હેડ કોન્સ. સલીમભાઇ મકરાણીને બાતમી મળતા પી.આઇ. જે.ડી. ઝાલાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ આર.જે.કામળીયા, એએસઆઇ ભાનુભાઇ, ફીરોજભાઇ શેખ, હેડ કોન્સ. રણજીતસિંહ, સલીમભાઇ, મનરૂપગીરી, કોન્સ. વાલજીભાઇ, દિવ્યરાજસિંહ, મનિષભાઇ, ભાવેશભાઇ, રણજીતસિંહ, રાજેશભાઇ, મૈસુરભાઇ તથા મહિલા કોન્સ. દક્ષાબેન સહિતે બાબરીયા કોલોની આર.એમ.સી. કવાર્ટર બ્લોક નં. ૧૧ કવાર્ટર નં. ૫૮૨માં દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા કવાર્ટર માલીક પુજાબેન નવલભાઇ ધામેલીયા (ઉવ. ૩૮), કવાર્ટર બ્લોક નં. ૯ કવાર્ટર નં. ૫૫૩ના રાજેશ ગણપતદાસ રામાવત (ઉવ.૪૫) અને બ્લોક નં. ૧૭ કવાર્ટર નં. ૬૫૩ના દિગ્વીજય દોલતસિંહ જાડેજા (ઉવ. ૨૬)ને પકડી લઇ રૂ. ૮૪૬૦ની રોકડ તથા ત્રણ મોબાઇલ ફોન મળી રૂ. ૯૦૦૦ની મત્તા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

(3:01 pm IST)