Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

લવ જેહાદ વિરોધી કાયદો અમલમાં, લોભ લાલચથી કરાવાતુ ધર્મપરિવર્તન હવે ગેરકાયદે : ખાચરીયા-ચાવડા-રામાણી-ચાંગેલા

રાજકોટ તા. ૧૭ : ધર્મ પરિવર્તન હવે ગેરકાયદે ગણાશે. અન્ય રાજયો બાદ હવે ગુજરાતમાં પણ જેહાદ કાયદો ૧૫ જુનથી અમલી બનેલ છે. લવ જેહાદ વિરોધી કાયદા બદલ જિલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઇ ખાચરીયા, જીલ્લા મહામંત્રીઓ નાગદાનભાઇ ચાવડા, મનસુખભાઇ રામાણી, મનીષભાઇ ચાંગેલા વગેરેએ આવકારી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને અભિનંદન પાઠવેલ છે.

તેઓએ જણાવ્યુ છે કે માત્ર ધર્મ પરિવર્તન હેતુથી કરેલા લગ્ન ફેમીલી કોર્ટ અથવા અન્ય ક્ષેત્ર ધરાવતી કોર્ટ દ્વારા રદ કરાશે. આ કેસ સાબિત કરવાની જવાબદારી પણ આરોપી અને તેમના સહાયકો ઉપર રહેશે. આરોપીને ગુન્હા બદલ ૩ થી પ વર્ષની કેદ અને બે લાખ કે તેથી વધુ દંડની રકમની જોગવાઇ કાયદામાં કરવામાં આવી છે. ઉપરાંત ભોગ બનેલી યુવતિ કે તેના માતા પિતા, લોહીની સગાઇ ધરાવતા કોઇપણ સ્વજન અથવા દતક લેનાર પણ આવા ધર્મપરિવર્તન કરાવનાર સામે એફઆઇઆર દાખલ કરાવી શકશે. આવા કેસની તપાસ ડીવાયએસપી કે ઉપરી કક્ષાના અધિકારીઓ હસ્તક રહેશે. આમ ધર્મ સ્વતંત્રય અધિનિયમને હવે વિધિવત અમલમાં આવેલ હોવાનું શ્રી ખાચરીયા, શ્રી ચાવડા, શ્રી રામાણી અને શ્રી ચાંગેલાએ જણાવેલ છે.

(3:00 pm IST)