Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

વિજ્ઞાન જાથા દ્વારા વરસાદના વરતારાની હોળી કરી વિરોધ પ્રદર્શિત

રાજકોટ : અવૈજ્ઞાકિ વર્ષા પરિસંવાદ બંધ કરવા ભારત જન વિજ્ઞાન જાથાએ માંગણી ઉઠાવી છે. મોસમ વિભાગ, હવામાન ખાતુ અને વિજ્ઞાન કેન્દ્રો પાસે વરસાદ વહેલો કે મોડો પડવાના સચોટ કારણો હોય છે. કેમ કે ત્યાં વિજ્ઞાન ઉપકરણોની મદદ લેવાય છે. જયારે છેલ્લા ૨૦ વર્ષથી વિજ્ઞાન ઉપરણના ઉપયોગ વગર કરાતા આવા વરતારા ખોટા પડતા આવ્યા છે. વર્ષા પરિસંવાદના તિકડમ બંધ કરવાની માંગણી સાથે વિજ્ઞાન જાથા દ્વારા વરતારાની હોળી કરી વિરોધ પ્રદર્શિત કરાયો હતો. તેમજ જાથાની શાખાઓએ આગાહીઓનું ઉઠમણું - બેસણું રાખવામાં આવ્યુ હતુ. તે સમયની તસ્વીરો નજરે પડે છે.

(2:59 pm IST)