Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

વકીલોની ઓફીસોનો મિલ્કત વેરો માફ કરવા બાર એસો.ના સેક્રેટરીની મુખ્યમંત્રીને રજુઆત

લોકડાઉનમાં રાજયના ૮૦ હજાર વકીલો પ્રેકટીસ કરી શકેલ નથી

રાજકોટ તા. ૧૭ : ગુજરાત રાજયના તમામ વકીલઓની ઓફીસોનો મીલ્કત વેરો માફ કરવા બાબતે રાજકોટ બાર એસો.ના સેક્રેટરી જીજ્ઞેશભાઇ જોષી દ્વારા મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજુઆત કરવામાં આવેલ છે.

પત્રમાં જણાવેલ છે કે ગુજરાત રાજયમાં છેલ્લા ૧પ માસથીલોકડાઉનની પરિસ્થિતિ અમલી બનેલ છે ગુજરાત રાજયની હાઇકોર્ટ તેમજ તેના તાબાની તમામ જીલ્લા અને તાલુકા સ્તરની કોર્ટો પણ સતત ૧પ માસ સુધી બંધ રહેલ છે. કોર્ટો બંધ હોવાથી રાજયમાં પ્રેકટીશ કરતા ૮૦,૦૦૦ થી વધુ વકીલો કોઇપણ પ્રકારની વકીલાત કરી શકેલ નથી અને જેના કારણે ગુજરાત રાજયના તમામ વકીલોની આર્થિક હાલત ખુબજ કથળી ગયેલ છે. હાલની પરિસ્થિતિમાં છેલ્લા થોડા દિવસોથી ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજયની બધી જ કોર્ટો તા.૭/૬/ર૦ર૧ થી શરૂ કરવામાં આવેલ છે પણ હજુ સુધી સંપુર્ણ રીતે શરૂ થયેલ નથી.

ઉપરોકત પરિસ્થિતિ ધ્યાને લઇ સરકાર દ્વારા સંવેદના દાખવી ગુજરાત રાજયના તમામ વકીલઓની ઓફીસનો મીલ્કત વેરો ર વર્ષની સમય મર્યાદા પુરતો સંપુર્ણ માફ કરવા અમારી માંગણી છે તેમ બાર એસો.ના સેક્રેટરી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના લીગલ હ્યુમન સાઇટ ડીપાર્ટમેન્ટના કન્વીનર જીજ્ઞેશભાઇ જોષીએ જણાવેલ છે.

(12:57 pm IST)