Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

ગોંડલિયા પરિવારની દીકરી અને કડવીબાઇ વિદ્યાલયની છાત્રાની પ્રેરક પ્રવૃત્તિ

૧૭ વર્ષની આકાંક્ષાએ સોશ્યલ મીડિયામાં સકારાત્મક દુનિયા સર્જી

ઇન્સ્ટાગ્રામમાં ચેનલ બનાવી : વિવિધ વિષયો પર સ્પીચ - વીડિયો : આકાંક્ષાની વકતૃત્વકલા દંગ કરનારી છે : રાજકોટ અપડેટ ન્યૂઝમાં આકાંક્ષાનો અવાજ : યુ-ટ્યુબ ચેનલ પર પણ નારી શકિત વગેરે વિષયો પર આકાંક્ષાના વીડિયો : કોઇપણ વ્યકિતનાં મનમાં પ્રશ્નોનીની ગમે તેવી ગડમથલ ચાલે પરંતુ નિર્ણયનાં ત્રાજવામાં રસ, શોખ અને ઉજજવળ ભવિષ્યને રાખવુ

રાજકોટ તા. ૧૬ : ૧૭ વર્ષની આકાંક્ષાએ કમાલ કરી છે. પોતાની સ્પીચ અને શબ્દોથી સોશ્યલ મીડિયામાં સકારાત્મક દુનિયા સર્જી છે. રાજકોટની દીકરી આકાંક્ષા ગોંડલિયા નાની વયે પ્રેરક પ્રવૃત્તિ કરી રહી છે.

'અકિલા' સાથેની મુલાકાતમાં આકાંક્ષાએ જણાવ્યું હતું કે, મારા માતા-પિતા નીતાબેન તથા હર્ષદભાઇ ગોંડલિયા અને મારી સ્કૂલ કડવીબાઇ વિદ્યાલયના શિક્ષકગણની પ્રેરણા અને પ્રોત્સાહનથી હું આગળ વધી રહી છું. દરેક માણસમાં કુદરતે જુદી-જુદી ટેલેન્ટ મુકેલી હોય છે. આ તેજસ્વીતાને નીખારવામાં આવે તો સામાન્ય માણસ અસામાન્ય બની જાય.

આકાંક્ષાની વકતૃત્વ કલા જોરદાર છે. અનેક સ્પર્ધાઓમાં તે વિજયી બની છે. વાક્છટાના આધારે આગળ ધપી રહી છે. ઇન્સ્ટાગ્રામ - યુ-ટ્યુબ વગેરેમાં ખુદની ચેનલ છે. આ ચેનલમાં નારીશકિત - સ્વચ્છતા વગેરે વિષયો પર આકાંક્ષાની સ્પીચ માણવા જેવી છે.

સોશ્યલ મીડિયા ઉપરાંત મીડિયા જગતમાં પણ આકાંક્ષાએ પદાર્પણ કર્યું છે. રાજકોટ અપડેટ ન્યૂઝમાં કિલપ પાછળ આકાંક્ષાનો અવાજ રીલીઝ થાય છે.

રાજકોટની શ્રી કડવીબાઇ વીરાણી કન્યા વિદ્યાલયની ધોરણ-૧૨ આર્ટસની વિદ્યાર્થીની આંકાક્ષા ગોંડલીયા નાનપણથી જ વકતૃત્વ આપવાની કળામાં મહારથ હાંસીલ કરી હતી તેઓ શાળાના દરેક કાર્યક્રમમાં ભાગ લીધેલ હતો. ઉપરાંત પ્રાથમીકથી હાઇસ્કુલ સુધીની સફરમાં તેમનાં શાળાનાં શિક્ષકો તથા પ્રિન્સીપાલશ્રીનો ખુબજ સાથ સહયોગ અને માર્ગદર્શન મળેલ હતું.

આકાંક્ષાનું સપનુ શિક્ષક બનવાનું હતું પરંતુ પછીનાં સમયમાં જતા વિચાર આવ્યો તેઓ સારૃં બોલી શકે છે. લખી શકે છે. પછી આ વકતૃત્વની કળામાં આગળ વધવાની વાટ પકડી. કહેવાય છે, જીવનમાં ઉતાર અને ચડાવ આવે છે. પણ મે મારા ધ્યેયને પકડી રાખ્યો અને આ ક્ષેત્રમાં આગળ વધવુ છે અને તે વિશે વધુ માહિતી ભેગી કરી અને હજુ મારે ધણુ શીખવાનું બાકી છે. આકાંક્ષા સમાજને મેસેજ આપવા માગે છે. કોઇપણ વ્યકિતનાં મનમાં પ્રશ્નોનીની ગમે તેવી ગડમથલ ચાલે પરંતુ નીર્ણયનાં ત્રાજવામાં રસ, શોખ અને ઉજજવળ ભવિષ્યને રાખવુ.

રંગીલા રાજકોટની દિકરી આકાંક્ષા ગોંડલીયાએ ધોરણ-૧૦નાં અભ્યાસની સાથે અલગ-અલગ પ્રવૃતીમાં ભાગ લીધેલ અને બોર્ડની પરિક્ષામાં પરિણામ હાંસીલ કરેલ ભણતરની સાથે અન્ય પ્રવૃતી સાથે પણ પરિણામ હાંસીલ કરી શકાય છે.

ધોરણ ૧૦માં આકાંક્ષા ગોંડલીયાએ ૯૩.૩૫ પીઆર સાથે પાસ થયેલ છે. આકાંક્ષાએ ધોરણ ૧૦નાં ભણતરની સાથે આખા વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃતીઓમાં ભાગ લીધેલ હતો.

જેમાં સરકારશ્રીનાં રમત- ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર દ્વારા કલા મહાકુંભ વકતૃત્વ સ્પર્ધા ઝોન કક્ષા, જીલ્લા કક્ષા તથા પ્રાદેશીક કક્ષા પાલીતાણા ખાતે યોજાયેલ સ્પર્ધામાં બીજા નંબર પર ઉતીંણ થયેલ છે. અને તેઓ રાજય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા યોગ્ય જાહેર થયેલ છે. તદઉપરાંત ૯૨.૭ બીગ એફએમમાં જુનીયર આર.જે તરિકે પસંદગી પામેલ હતા શ્રી રામકૃષ્ણ આશ્રમ દ્વારા લેવાયેલ વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ નંબર પર ઉર્તીણ થયેલ છે. તથા આખા વર્ષ દરમ્યાન સમાજીક કાર્યક્રમોમાં પણ સ્પીચ આપેલ છે.

વધુમાં ઉપરોકત સ્પાર્ધામાં જીત હાંસીલ કરવા કે, નંબર મેળવવા કદી પ્રયત્ન કરેલ નથી. આકાંક્ષાના મનમાં એકજ વિચાર હોય છે. મારી સ્પીચ સાંભળનાર વ્યકિત પોતાનો કિંમતી સમય મને આપે છે. તો હુ તેમને કેમ રાજી કરી શકુ તે જ મારી સફળતાની નીશાની છે.

આકાંક્ષાએ સોશિયલ મિડીયાનાં માધ્યમથી વકતૃત્વ કલામાં મહારથ હાંસીલ કરી છે. તેઓ ગુજરાતી માધ્યમમાં ધોરણ-૧૨ (આર્ટસ)માં અભ્યાસ કરે છે. નાનપણથી જ વકતૃત્વનાં ક્ષેત્રમાં આગળ વધવાની ઇચ્છા ધરાવેછે.

તેઓ આગળ જતા આંકાક્ષા ગોંડલીયા સરકારશ્રીનાં સ્ત્રી સશકિતકરણનાં કાર્યમાં સહભાગી બનવાની ઇચ્છા ધરાવે છે. આ જ લક્ષ સમાજમાં દરેકનાં હૃદયમાં પ્રસ્થાપીત થાય તો આપણા ગુજરાતનું આપણે ઋણ અદા કરી શકીએ. આ તકે આકાક્ષાં ગોંડલીયાએ શાળાનાં આર્ચાયશ્રીઓ, શીક્ષકો તથા માતા-પિતાનો આભાર વ્યકત કરેલ છે. જેઓ દ્વારા યોગ્ય માર્ગદર્શન મળતા સાચા દીશા સુચક બન્યા છે.

ઇતર પ્રવૃત્તિથી ભણતર બગડતુ નથી : આકાંક્ષા

આકાંક્ષા કહે છે કે, ભણતરની સાથે અન્ય પ્રવૃતિ કરવાથી બોર્ડનાં પરિણામ પર કોઇ માઠી અસર પડતી નથી. વિદ્યાર્થીઓએ ભય રાખવાની જરૂર નથી ફકત આયોજન મુજબ અભ્યાસ કરવાની જરૂરીયાત છે. અને પોતાનાં લક્ષ સુધી કેમ પહોચવું તેનું મનોમંથન કરવાની જરૂરીયાત છે.

આજે સ્ત્રી સમાજનું એક અભિન્ન અંગ હોવા છતાં પણ તે હંમેશા સમાજના દુષણોનો ભોગ બનતી રહી છે- ભૃણહત્યા, દહેજ, અસામાજિક તત્વો દ્વારા છેડછાડ અને બળાત્કાર જેવા ઘણા દુષણો સામે આજે પણ સ્ત્રી બાથ ભીડતી જ રહી છે. હજુ પણ આવા દુષ્ટ કૃત્યો આપણા ભદ્ર સમાજમાં જોવા મળતા હોય છે. આ બાબતોને આવરી લઇ ગોંડલીયા આકાંક્ષા એ રાજકોટ ખાતે નારી શકિતની સ્પીચ આપેલ હતી. જેનો સોશીયલ મિડીયામાં બહોળો પ્રતિસાદ મળયો હતો. ઇલેકટ્રોનિક મિડીયા દ્વારા પણ તેમની વિશેષ મુલાકાત લીધી હતી.

આકાંક્ષા ગોંડલીયા દ્વારા રાષ્ટ્ર નિમાર્ણ, સ્વચ્છતા અભિયાન, જેવા અલગ-અલગ વિષયો પર પોતાની યુ-ટયુબ ચેનલમાં આકાંક્ષા ગોંડલીયા દ્વારા વીડિયો અપલોડ કરેલ છે. સાથો સાથ તેમની ઇન્સ્ટાગ્રામ ચેનલ આકાંક્ષા ગોંડલીયા પર વિવિધ વિષયોનાં વિડિયો અપલોડ કરેલ છે.

આકાંક્ષાનો સંપર્ક

Emil id

 gondaliyaaakansha1759@gmail.com

Insta id

 @aakansha_gondaliya

Youtube id

AAKANKSHA GONDALIYA

Mo. : 99252 37737

(11:35 am IST)