Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

સગીરાના અપહરણ - દુષ્કર્મ - પોકસોના ગુનામાં પકડાયેલ આરોપીનો નિર્દોષ છૂટકારો

રાજકોટ તા. ૧૭: નવાગામ આણંદપરમાં રહેતા અરવિંદ હકાભાઇ વાલાણીને કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના અધિકારી દ્વારા આરોપી સામે ભોગ બનનારને લલચાવી, ફોસલાવી લગ્નની લાલચ આપી શરીર સંબંધ બાંધવાના કેસમાં આરોપી સામેનો કેસ રાજકોટની સ્પેશ્યલ પોકસો અદાલતમાં ચાલી જતાં આરોપીને નિર્દોષ ઠરાવી કોર્ટે છોડી મુકલ છે.

આ કેસની વિગત મુજબ ગત તા. ૧૩-૧ર-ર૦૧૮ના રોજ ભોગ બનનાર દ્વારા આરોપી સામે સગીરાને લલચાવી, ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે શરીર સંબંધ બાંધી અને એકલી મુકી જતા રહ્યા અંગેનો આરોપી સામે ફરીયાદીએ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવેલ જે અનુસંધાને ભોગ બનનારની ઉંમર ૧૪ વર્ષની હોય પોલીસ દ્વારા આઇ.પી.સી. ૩૬૬, ૩૬૩, ૩૭૬(ર) તથા પોકસો અધિનિયમ ૩, ૪ મુજબની ફરીયાદ નોંધી આરોપી અરવિંદ હકાભાઇ વાલાણીને ધરપકડ કરવામાં આવેલ.

આ કામમાં પોલીસે આરોપી સામે અદાલતમાં ચાર્જશીટ રજુ કરતા આરોપી સામેનો કેસ ચાલી જતા અદાલત દ્વારા ફરીયાદી ભોગ બનનાર તથા અન્ય સાક્ષી પુરાવાઓ તથા દસ્તાવેજી પુરાવો ધ્યાને લેવામાં આવેલ. જેના આધારે પણ આરોપી સામેના કેસ સાબીત થઇ શકેલ ન હોય અને તેને ધ્યાને લઇને પણ નિર્દોષ ઠરાવી છોડી મુકવા રજુઆત કરેલ. નામદાર અદાલત દ્વારા ફરીયાદપક્ષ પણ આરોપીપક્ષ બન્નેની રજુઆત ધ્યાને લઇ આરોપી અરવિંદ હાકભાઇ વાલાણીને આઇ.પી.સી. કલમ ૩૬૬, ૩૬૩, ૩૭૬(ર) તથા પોકસો અધિનિયમ કલમ ૩, ૪ મુજબના ગુનામાં રાજકોટની સ્પેશ્યલ પોકસો અદાલત દ્વારા આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ હતો.

આ કામમાં આરોપી અરવિંદ હકાભાઇ વાલાણી તરફે એડવોકેટ શ્રી પ્રાણલાલ એમ. મહેતા, રાજેશ કે. મહેતા, ધવલ પી. મહેતા, ગૌરવ પી. મહેતા, સી. વી. અઘેરા તથા સુરેન્દ્રસિંહ જાડેજા રોકાયેલ હતા.

(3:24 pm IST)