Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

કોરોનાને કારણે નહીં અટકે વિદ્યાર્થી સન્માન: ધ લિબર્ટી જવેલ્સ દ્વારા ઓનલાઇન સમારંભ

વિદ્યાર્થીઓનું મનોબળ ટકાવવા અને ઉત્સાહ વધારવા અનોખું આયોજન

રાજકોટ : રાજ્યમાં દરેક ધોરણની વાર્ષિક પરીક્ષાનું પરિણામ આવી ગયું છે ,દર વર્ષે સર્વે જ્ઞાતિ અને સમાજના તેજસ્વી વિદ્યાર્થી ભાઈબહેનોના સન્માન અર્થે સરસ્વતી સત્કાર સમારંભ યોજાય છે ,જોકે આ વર્ષે લોકડાઉનને કારણે તે સમારંભ રદ નહીં થાય. 'ધ લિબર્ટી જવેલર્સ' બધા વિદ્યાર્થીઓનું સન્માન કરશે. સરકારની ગાઈડલાઈનનું પાલન કરીને ઓનલાઇન સમારંભ યોજવામાં આવશે. વિદ્યાર્થીઓનું મનોબળ ટકાવી રાખવા માટે અને તેના ઉત્સાહમાં વધારો કરવા માટે આ અનોખું આયોજન કરાયું છે 

  લિબર્ટી જવેલર્સ અને તેના કર્તાહર્તા શ્રી રાજેશભાઈ કાત્રોડીયાએ છેલ્લા ત્રણ મહિનાથી ઘેર બેઠા રહેલા બાળકોને પ્રોત્સાહન આપવા,ચિંતિત મા-બાપનું મનોબળ પણ વધે. અને શિક્ષણ ઉપર ભાર મુકવા આ અનોખું આયોજન કરેલ છે તેમજ કોરોનાને ધ્યાનમાં રાખી સંપુર્ણ પ્રોગ્રામને ઓનલાઇન રાખેલ છે.
 રાજકોટનાં તમામ ભણતા વિદ્યાર્થીઓ માં જેને સારા ગુણ /ટકા/ગ્રેડ આવેલ છે , તેવા વિદ્યાર્થીઓએ The Liberty Jewel ની વોટ્સઅપ લિંક પર પોતાની માર્કશીટ ,આઇડી પ્રુફ અને પાસપોર્ટ સાઇઝ ફોટો સેન્ડ કરવાનો રહેશે  વોટ્સઅપ લિંક પર માર્કશીટ મોકલવાની આખરી તારીખ ૧૫/૦૭/૨૦૨૦ સુધીની રહેશે. દરેક ધોરણ પ્રમાણે ૧ થી ૩ નંબર આપવામાં આવશે.LKG થી HKG  95 % ઉપર,૧ થી ૭  90%  ઉપર,ધોરણ  ૮ થી ૯માં  80 %  ઉપર,ધોરણ ૧૦માં  80 %  ઉપર,ધોરણ  ‍૧૧માં  75 %  ઉપર, ધોરણ ૧૨ માં  70 % ઉપર તેમજ કોલેજ માટે 60% ઉપર ,માસ્ટર ડીગ્રી માટે  55% ઉપર લાવનારે વોટસ અપ લિન્ક વોટ્સ અપ નંબર   8000 111 897 અને હેલ્પલાઇન નંબર  95373 06895 ઉપર મોકલવાના રહેશે

 

(1:12 pm IST)