Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

૨૧ જુને વર્લ્ડ મ્યુઝીક-ડેઃ ૧૦૪થી વધુ દેશોમાં આ દિવસ ઉજવાય છે

આ પર્વનો પ્રારંભ ૧૯૮૨માં ફાન્સમાં થયો'તો

રાજકોટઃ તા.૧૭, સંગીત વિશ્વને નજીક લાવે છે. ફકત શબ્દો જ નહી, દરેક લાગણીઓ વ્યકત કરવા માટે નોંધો, ગીતો અને ધૂન છે. તેના મહત્વને ચિન્હિત કરવા માટે સમગ્ર વિશ્વમાં સંગીત પ્રેમીઓ દર વર્ષે ૨૧ મી જુને વર્લ્ડ મ્યુઝિક ડે ઉજવવા માટે ભેગા મળે છે.

આ દિવસ ને ફેટે ડેલા મ્યુઝિક (Fete Dela Musique) તરીકે પણ ઓળખવા માં આવે છે. આ તહેવાર ની શરૂઆત ૧૯૮૨ માં ફ્રાન્સમાં થઇ હતી. ત્યાર પછીથી આ વિચાર વિશ્વભરમાં ફેલાયો હતો અને હવે તે ૧૦૪ થી વધુ દેશો માંને પ૧૪ શહેરો માં ઉજવાય છે. આ તહેવાર ઉનાળા તો મહત્વપૂર્ણ ઉત્સવ છે. આ દિવસ સંગીતના મહત્વ પર પ્રકાશ પાડે છે અને લોકોને સરહદોની સાથે જોડવામાં સહાય કરે છે. વિવિધ સંગીતકારો આ દિવસે  સંગીત ની શકિતને એક અલગ પ્રકારે અભિવ્યકિત કરે છે. ઉભરતા ગાયક અને યુવાન સંગીતકારો, પોતાના સંગીતવાધો દ્વારા અલગ અલગ મનોરંજન ક્ષેત્રમાં કે જાહેરમાં વગાડીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરે છે. ધીમે ધીમે પોપ સંસ્કૃતીનો આ ભાગ બની રહ્યું છે. તેમ એસ્ટયુટ ઇવેન્ટસના શ્રી દર્શીત પરસાણા (મો. ૯૭૨૭૮ ૭૪૯૯૦)ની યાદીમાં જણાવાયું છે. 

(4:30 pm IST)
  • જામનગર-કચ્છ-ધ્રોલ-દ્વારકા-ઓખામાં બપોરે રII વાગ્યાથી પ૦ કિ.મી. ઝડપે તોફાની પવન : કચ્છમાં પહોંચેલા વાયુ વાવાઝોડાને કારણે જામનગર-ઓખા-દ્વારકા-ધ્રોલ-મીઠાપુર-ખંભાળીયા-કચ્છમાં બપોરે રII વાગ્યાથી પ૦ કિ.મી. ઝડપે તોફાની પવન ફુંકાવાનું શરૃઃ વિજ તંત્રે સંખ્યાબંધ ફીડરો બંધ કર્યાઃ અનેક સ્થળે તાર તૂટી ગયા access_time 4:25 pm IST

  • રાજકોટ-ધ્રોલ- જાયવા સહિત જામનગર-દ્વારકા-ઓખા- કચ્છ તરફ જોરદાર પવન કુંકાઇ રહયો છે access_time 4:24 pm IST

  • ભારતનો ફાસ્ટ બોલર ભુવનેશ્વર બે મેચ નહિ રમી શકે :ભુવીના સાથે મોહંમદ શમીનો સમાવેશ ભારતનો ફાસ્ટ બોલર ભુવનેશ્વર આગામી બે મેચ રમી નહીં શકે :તેમ ટીમ ઇન્ડિયાના કેપ્ટ્ન વિરાટ કોહલીએ કહ્યું હતું :ભુવીને પાકિસ્તાન સામેની મેચ દરમિયાન તેને ઇજા થઇ હતી: હવે પછીના ત્રણ મેચો ભારત 22 જૂને અફઘાનિસ્તાન સામે, ,27મી જૂને વેસ્ટ ઇન્ડિઝ સામે અને 30 જૂને ઇંગ્લેન્ડ સામે રમશે : આ પહેલા ભારતનો ઓપનર શિખર ધવન પણ ઓસ્ટ્રેલિયા સામે ઇજા પામતા કેટલીક મેચ રમી નહીં શકે access_time 1:32 am IST