Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

ડબલ ડોકટરેટની પદવી મેળવતા ડો.પારૂલ દવે

દ્વિતીય પીએચ.ડી. પૂર્ણ કરી શિક્ષણક્ષેત્રે અદ્વિતીય સિદ્ધિ પ્રાપ્ત કરતાં ડો.પારૂલ દવે

રાજકોટ તા.૧૭: રાજકોટ નિવાસી અને ગુજરાત કોમર્સ કોલેજ, અમદાવાદ ખાતે આસિ.પ્રોફેસર (GES Class-II) તરીકે પરજ બજાવતા ડો. પારૂલ ચંદ્રકાંત દવેએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી કોમર્સ વિદ્યાશાખામાં ''JOB SATISFACTION OF WOMEN EMPLOYEES IN EDUCATION SECTOR'' (WITH SPECIAL REFERENCE TO GUJARAT) શિર્ષક હેઠળ સંશોધનકાર્ય પૂર્ણ કરી બીજી વખતે Ph.D. ની પદવી હાંસલ કરી છે. આ અગાઉ તેમણે શિક્ષણ વિદ્યાશાખામાંથી Ph.D.ની પદવી મેળવી હતી. તેમણે આ સંશોધનકાર્ય શ્રીમતિ એમ.જે.કુંડલીયા કોમર્સ કોલેજના એસો.પ્રોફેસર ડો.જયોતિન્દ્ર એમ.જાનીના માર્ગદર્શન હેઠળ કરેલ છે.

અત્યંત તેજસ્વી કારકિર્દી ધરાવતા ડો.પારૂલ દવેએ આ અગાઉ શિક્ષણ વિદ્યાશાખામાં Ph.D. ગાઇડ તરીકે ત્રણ વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કરી Ph.D.ની પદવી હાંસલ કરાવેલ હતી. તેઓ ધો.૧૨માં રાજકોટ સેન્ટરમાં ચોથા ક્રમાંકે, બી.એડ. માં સમગ્ર યુનિવર્સિટીમાં ત્રીજા ક્રમે અને એમ.એડ્. તથા એમ.ફીલ.માં યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાને રહ્યા હતા. આ ઉપરાંત GSET (કોમર્સ) GSET (એજ્યુકેશન)ની પરીક્ષા પણ પાસ કરેલ છે. GPSC Class I & II ની પરીક્ષા પણ સફળતાપૂર્વક પાસ કરી મામલતદાર તરીકે નિમણુંક મેળવેલ હતી. આ ઉપરાંત GPSC ની લેકચરર કલાસ II આસિ. પ્રોફેસરની કોમર્સ અને ેકાઉન્ટસીની એમ બન્ને પરીક્ષાઓ પાસ કરી નિમણુંક પામેલ.

સંશોધન અને લેખનક્ષેત્રે તેમણે આઠ બુક, ૭૫ જેટલા રીચર્સ પેપર, લેખો, તથા ૮૦ થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સો, વર્કશોપ, સેમીનારમાં સંશોધન પેપરો રજૂ કરી ચૂકયા છે. જવલ્લે જ જોવા મળે તેવી વિરલ સિદ્ધિઓ પ્રાપ્ત કરવા બદલ ડો.પારૂલ દવેને અનેક શિક્ષણવિદ્દો અને સામાજિક અગ્રણીઓેએ અભિનંદન પાઠવેલ છે.

(4:30 pm IST)