Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

રાજકોટ ડેરી દૂધ ઉત્પાદકોને કિલો ફેટે રૂ. ર૦ વધુ ચુકવશેઃ અકસ્માત વીમા કવચ ૧૦ લાખ

પાવરદાણ બેગમાં રૂ. ૧ર૦ સહાયઃ ગોવિંદભાઇ રાણપરીયાની જાહેરાત

રાજકોટ, તા., ૧૭: જિલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘ લી.ની પ૮ મી વાર્ષિક સાધારણ સભા ગઇકાલે જામકંડોરણા ખાતે જિલ્લા કક્ષાની સહકારી સંસ્થાઓના સંયુકત ઉપક્રમે ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી અને રાજકોટ ડિસ્ટ્રીકટ કો.ઓપ. બેંક લિ.ના પ્રમુખશ્રી જયેશભાઇ રાદડીયાના પ્રમુખ સ્થાને યોજાયેલ હતી. જેમાં જિલ્લાની વિવિધ સહકારી મંડળીઓ, દુધ મંડળીઓના વિશાળ સભાસદોએ હાજરી આપી હતી.

અધ્યક્ષશ્રી ગોવિંદભાઇ રાણપરીયાએ રાજકોટ જિલ્લા દુધ સંઘનો અહેવાલ અને હિસાબ રજુ કરતા જણાવ્યું કે સૌના સાથ સહકારથી સંઘની વિકાસ યાત્રાના અનેક શીખરો સર કરી રહયું છે.

ઐતિહાસીક ટર્નઓવર રૂ. ૮૪પ રોડને સર કરી વાર્ષિક દુધ ઉત્પાદકોને સરેરાશ રૂ. ૬૩પ નો ભાવ ચુકવતા એટલે કે ગત વર્ષ કરતા સરેરાશ પ્રતિ કિલોએ રૂ. ૧૦નો ભાવ વધારે ચુકવવા છતાં રૂ. ૬પ૧ લાખનો ચોખ્ખો નફો કરી ૧પ ટકા શેર ડીવીડંડ ચુકવવાની જાહેરાત કરૂ છું.

સંઘના અધ્યક્ષશ્રીએ પ્રતિ કિલોએ રૂ. ર૦નો વર્ષના અંતે મિલ્ક ફાઇનલ ભાવ ચુકવવાની જાહેરાત આજની વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સભાસદો સમક્ષ કરતા જણાવ્યું હતું કે પ્રતિ કિલો ફેટે રૂ. ર૦ અત્યાર સુધીમાં સંઘે પ્રથમ વખત વધુમાં વધુ રકમ ચુકવેલ છે. આ મુજબ જિલ્લાના ૬પ હજાર દુધ ઉત્પાદકોને રૂ). ર૦ કરોડની રકમ ચુકવવામાં આવશે. જે સંઘની ઐતિહાસીક સિધ્ધી છે.

ગોવિંદભાઇ રાણપરીયાએ તા.ર૧-૬-ર૦૧૯થી દુધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ). ર૦નો વધારો કરી હાલના દુધના ખરીદ ભાવ રૂ. ૬૬૦ સામે રૂ. ૬૮૦ ચુકવવાનો નિર્ણય આજના નિયામક મંડળમાં કરવામાં આવેલ હોવાની જાહેરાત કરેલ છે. આ ઉપરાંત સંઘે દુધ ઉત્પાદકોને મદદરૂપ થવા માટે અમુલ પાવરદાણની પ૦ કિલોની બેગ ઉપર રૂ.૧ર૦ ની સહાય ચુકવવાનો નિર્ણયની જાહેરાત કરેલ હતી. આ નિર્ણયથી સંઘને માસીક રૂ). ર૦ થી રપ લાખની સહાય અંદાજીત ચુકવવાની થશે.

વર્ષ દરમિયાન દુધના સંપાદનમાં ૧૦ ટકાનો વધારો થયેલ છે. સરેરાશ દૈનિક દુધ સંપાદન ૪.પ૩ લાખ કિલો દુધનું રહેલ છે. જયારે દુધના વેચાણમાં પ ટકાનો વધારો અને છાશના વેચાણમાં ૭ ટકાનો વધારો થયેલ છે. એ મુજબ અમુલ દુધનું વેચાણ દૈનિક સરેરાશ ૩.રર લાખ અને છાશનું વાર્ષિક વેચાણ ર૪૪ લાખ લીટરનું થયેલ છે. વર્ષ દરમિયાન દુધ ઉત્પાદકોને ગાયના દુધના પ્રતિ કિલોનો ભાવ રૂ.ર૯.૩૯ ભેંસના દુધનો પ્રતિ કિલોના ભાવ રૂ). ૪૩.૯૦ મીકસ દુધનો પ્રતિ કિલોનો ભાવ રૂ). ૩૯.૪૦ ચુકવવામાં આવેલ છે. 

સંઘે ચાલુ વર્ષે ગોપાલ-અમુલ દહીનું ઉત્પાદન શરૂ કરેલ છે. આ ઉપરાંત ગોપાલ ઘી પ લીટર અને ૧ લીટર પેક ટીનમાં વેચાણ શરૂ કરવામાં આવેલ છે.

સંઘે ર.૪૦ લાખ દુધાળા પશુઓને કૃમિનાશક ડોઝ અને પ.૯પ લાખ દુધાળા પશુઓને ખરાવા મોવાસા રોગના નિમંત્રણ માટે રસી મુકવામાં આવેલ છે. પ૬૮પ વંધ્ય પશુઓને સારવાર આપી ૪૪ર૩ વંધ્ય પશુઓને ગાભણ કરવામાં સફળતા પ્રાપ્ત કરેલ છે. વર્ષ દરમિયાન પ૦ર૮ મેટ્રીક ટન દાણનું વેચાણ કરવામાં આવેલ છે. અકસ્માતથી સભાસદનું જેમાં સંઘે રૂ.૭૯૪૪ લાખનું વાર્ષિક પ્રિમીયમ ભરેલ છે. આગામી વર્ષથી દૂર ઉત્પાદક સભાસદોનો અકસ્માત વિમાનું કવચ રૂ. પ લાખથી વધારી રૂ. ૧૦ લાખ કરવાની જાહેરાત અધ્યક્ષએ કરેલ હતી.

સંઘના જનરલ મેનેજર વિનોદ વ્યાસે આગામી વર્ષમાં ડેરી વિસ્તૃતિકરણ ેમજ આવનારી જુદી જુદી દૂધ અને દૂધની બનાવટો ઉપર માહિતી આપતા જણાવેલ કે દૂધ ઉત્પાદકોને વધુમાં વધુ વળતર ચુકવવા સંઘ તેનો વેપાર વધારવા કટીબધ્ધ બનેલ છે. આ માટે સંઘ તરફથી દૂધનું વેચાણ વધારવા મહત્વના પગલાઓ લેવાઓ પ્લાન બનાવેલ છે. સંઘ આગામી માસમાં મેંગો લસ્સી, મેંગો, દહી, આઇસ્ક્રીમ, શીખંડ, કાજુકતરી જેવી વિશાળ શ્રેણીની મીઠાઇઓનું ઉત્પાદન કરવા માટે વિચારી રહી છે. દૂધમાં અમુલ ડાયમંડ તેમજ અમુલ સ્લીમ મિલ્કતના ઉત્પાદકનો ટુંક સમયમાં બજારમાં મુકવાનું વિચારી રહી છે. ડેરી વિસ્તૃતિકરણ અને લેબોરેટરીમાં દૂધની ચકાસણી માટેના આધુનિક સાધનો જેવા કે ગેસ ક્રોમેટોગ્રાફી, બેસોમેટીરક મશીન વસાવાનું આયોજન છે. જયારે સંઘ સંચાલીત ચીલીંગ સેન્ટર, કુલીંગ યુનિટમાં એફ.ટી. -૧ મિલ્કોસ્કેન મશીન વસાવવાનું વિચારેલ છે.

(4:11 pm IST)