Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

નવા ગામમાંથી પકડાયેલ ઇંગ્લીશ દારૂના કેસમાં આરોપીના આગોતરા જામીન રદ

રાજકોટ તા ૧૭  : પ્રોહીબીશનના ગુન્હામાં આરોપીની આગોતરા જામીન અરજી ને અદાલતે રદ કરી હતી.

રાજકોટમાં નવા ગામ ન્યુ શકિત સોસાયટી છપનીયુ શેરી નં.૭ માં રહેતો આરોપી હરેશભાઇ વિહાભાઇ પલાળીયા ના ઘરેથી બી. ડીવીઝન પોલીસે રેડ કરી ઇંગ્લીશ દારૂની ૧૩૨ બોટલ મળી આવેલ તથા બે મોબાઇલ ફોન મળીકુલ રૂા ૪૦,૬૦૦/- નો મુદ્દામાલ પોલીસે કબજે કરેલ. આરોપી હરેશભાઇ વિહાભાઇ પલાળીયા પોલીસ આવે તે પહેલા નાસી છુટેલ હતો અને પોલીસે તેની સામે કાયદેસર ફરીયાદ નોંધેલ.

ત્યારબાદ આરોપીએ સદરહું ગુન્હામાં તેમની ધરપકડથી બચવા સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરેલ, તેની સામે સરકાર પક્ષે સરકારી વકીલ મુકેશ પીપળીયાએ રજુઆત કરેલ અને સમાજ વિરોધી ગુન્હો છે. આરોપીને જામીન આપી શકાય નહીં તેવી દલીલ કરેલ, તે દલીલને ધ્યાને લઇ સેશન્સ જજ એચ.એ. બ્રહ્મભટ્ટે આરોપીની આગોતરા જમીન અરજી રદ કરેલ હતી. આ કામમાં સરકાર તરફે એ.પી.પી. મુકેશ પીપળીયા રોકાયેલ હતા.

(4:08 pm IST)