Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

દારૂ પીધેલા અને દારૂ સાથે પકડાયેલા એએસઆઇ-વોર્ડનને સસ્પેન્ડ કરવા રિપોર્ટ

ગ્રીનલેન્ડ ચોકડીએથી ખુદ ડીસીપી સૈનીએ પકયા'તા

રાજકોટ તા.૧૭: શનિવારે રાત્રે ડીસીપી રવિકુમાર સૈની ઝોન-૧ રાત્રે ગ્રીનલેન્ડ ચોકડીએથી પસાર થતાં હતાં ત્યારે કાર નં. જીજે૩કેસી-૯૫૫૦ શંકાસ્પદ જણાતાં તપાસ કરતાં ટ્રાફિક બ્રાંચના એએસઆઇ અરવિંદભાઇ મકવાણા અને ટ્રાફિક વોર્ડન બ્રિજેશ યોગેશભાઇ બુધ્ધદેવ દારૂ પીધેલા જણાતાં બંને સામે કાર્યવાહી કરવા હુકમ થતાં બી-ડિવીઝનના પીએસઆઇ એમ. એફ. ડામોરે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી. વોર્ડન સામે દારૂની બોટલ શીલ તૂટેલી રાખવાનો અને એએસઆઇ સામે દારૂ પીવાનો ગુનો નોંધાયો હતો. બંનેને સસ્પેન્ડ કરવાનો રિપોર્ટ ઉચ્ચ અધિકારી મારફત કરવામાં આવ્યાનું જાણવા મળ્યું છે.

(4:08 pm IST)