Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

મોજશોખ માટે 'પોપટ' બાઇક ચોરતો'તો

ક્રાઇમ બ્રાંચે દબોચી બે ચોરીના ભેદ ખોલ્યા : અભીજીતસિંહ, સામતભાઇ, ઇન્દ્રજીતસિંહ અને ડાયાભાઇની બાતમી

રાજકોટઃ ક્રાઇમ બ્રાંચે મુળ ગોંડલના સુલતાનપુરના અને હાલ કાલાવડ રોડ પર કેવલમ સામે આરએમસી ચાર માળીયા કવાર્ટર ૭/૧૨૯૬માં ભાડેથી રહેતાં સાગર ઉર્ફ પોપટ બાબુભાઇ ચોૈહાણ (ઉ.૧૯)ને ઝડપી લઇ બે બાઇકની ચોરીનો ભેદ ઉકેલી આ ચોરાઉ બાઇક કબ્જે લીધા છે. આ વાહનો તેણે થોરાળા અને એ-ડિવીઝન પોલીસની હદમાંથી ઉઠાવ્યા હતાં. ક્રાઇમ બ્રાંચના હેડકોન્સ. અભીજીતસિંહ જાડેજા, સામતભાઇ ગઢવી, કોન્સ. ઇન્દ્રજીતસિંહ ગોહિલ અને ડાયાભાઇ બાવળીયાની બાતમી પરથી પીએસઆઇ એચ. બી. ધાંધલ્યાની ટીમે આ શખ્સને નંબર વગરના બાઇક સાથે ગ્રીનલેન્ડ ચોકડીના ઓવરબ્રીજ પાસેથી પકડ્યો હતો. તેની સાથે એક સગીર પણ હતો. બંનેને ગાડીના નંબર અને કાગળો બાબતે પુછતાછ કરતાં ગલ્લા તલ્લા શરૂ કર્યા હતાં. આકરી પુછપરછમાં આ બાઇક ચોરાઉ હોવાનું કબુલતાં ધરપકડ કરવામાં આવી હતી. બીજુ ચોરાઉ બાઇક પણ કબ્જેકરાયું હતું. છુટક મજૂરી કરતાં પોપટે મોજશોખ માટે બે વાહન ચોરી નંબર પ્લેટો કાઢી નાંખી સ્પ્રેથી કાળા રંગના બાઇક બનાવી નાંખ્યા હતાં. સીપી, જોઇન્ટ સીપી, બંને ડીસીપી, એસીપી જે. એચ. સરવૈયા અને પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરીમાં આ પીએસઆઇ એચ. બી. ધાંધલ્યા, હેડકોન્સ. રાજેશભાઇ બાળા, વિરદેવસિંહ, રઘુભા, સિધ્ધરાજસિંહ સહિતે આ કામગીરી કરી હતી.

(4:07 pm IST)