Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

મ્યુ. કોર્પોરેશનની પ્રેક્ષક ગેલેરી ખોલાવવા બાબતે મતદાર એકતા મંચના ધરણા

રાજકોટ, તા. ૧૭: મ્યુ. કોર્પોરેશનનાં જનરલ બોર્ડના સભાગૃહની પ્રેક્ષક ગેલેરી શાસકપક્ષ ભાજપ દ્વારા છેલ્લા ઘણા મહિનાઓથી બંધ કરી દેવાય છે ત્યારે આ પ્રેક્ષક ગેલેરી ખોલાવવા માટે લડત ચલાવતા મતદાર એકતા મંચ દ્વારા હવે આ મુદ્દે નામદાર સુપ્રિમ કોર્ટમાં સ્પેશ્યલ લીવ પીટીશન દાખલ કરાઈ છે અને આ મુદ્દે આજે સવારે મ્યુ.કોર્પોરેશનનાં ચોકમાં ધરણા કરવામાં આવ્યા છે.

આ અંગે મતદાર એકતા મંચના અશોકભાઈ પટેલે એક યાદીમાં જણાવ્યુ છે કે 'મ્યુ. કોર્પોરેશન દ્વારા નામદાર હાઈકોર્ટ સમક્ષ ખાત્રી ઉચ્ચારાઈ હતી કે પ્રેક્ષક ગેલેરીમાં નાગરિકોને કોઈ પણ ભલામણ વગર પ્રવેશ અપાશે. આમ છતા હજુ પ્રેક્ષક ગેલેરીમાં પ્રવેશ માટે કોર્પોરેટરની ભલામણ ફરજીયાત છે. આમ આ મુદ્દે હવે અશોકભાઈ પટેલે સુપ્રિમ કોર્ટમાં પાર્ટી ઈન પર્સન (વકિલ રાખ્યા વગર) ઓનલાઈન સ્પેશ્યલ લીવ પીટીશન જાહેર હીતમાં દાખલ કરી છે. એટલુ જ નહી આ મુદ્દે હાઈકોર્ટમાં કન્ટેમ્પટ ઓફ કોર્ટ દાખલ કરવા પણ ચિમકી ઉચ્ચારી  છે.

આ કાર્યક્રમમાં પ્રવિણભાઇ લાખાણી, આસીરભાઇ શેખ, મહેશભાઇ મહીપાલ, મુનાફભાઇ મેમણ, માયાબેન મલ્કાણ, અમીતકાંત પટેલ, જી.બી. પરમાર, ઉત્તમ રાઠોડ, પ્રતીક વસોયા, વલ્લભ, મશરૂ, કે.એ. મહેતા, ડો. ધર્મેશ ગોહેલ, ઇશ્વરભાઇ મકવાણા, જયોતીબેન માઢક, ચંદાબેન પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા તેમ મતદાર એકતા મંચની યાદીમાં જણાવાયું છે.

(4:05 pm IST)