Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

ઉઝેબેકિસ્તાનના કલાકારોને સંગ રાજકોટવાસીઓ ઝુમી ઉઠયા

ગાયકી ઉપરાંત સંગીત વાદ્ય સાથે સ્ટેજ પરથી રાજકોટવાસીઓના મન-મસ્તીષ્ક પર મોહીની છવાઇ હતી : મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતી નિમીતે વૈષ્ણવ જન તેને રે કહીએ ભજન મહત્ત્।મ ભાષાઓમાં ગવાય તેવી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઈચ્છા છેઃ બંછાનિધી પાની : ગાંધીજીએ દેશ અને દુનિયાને દ્યણુ શિખવ્યું છે તેમજ ઉઝેબેકિસ્તાનના તાશ્કંદ શહેરમાં ગાંધી સ્ટ્રીટ છે – કાખ્રમોન, હાવાસ ગુરૂહિ ગૃપના કલાકાર

મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે વિશ્વ વિખ્યાત સેલીબ્રીટી કાખ્રમોનની ભાવપૂર્ણ મુલાકાત

'કેમ છો રાજકોટ?' નમસ્તે...' થી કાર્યક્રમની શરૂઆત કરીને જીતી લીધા રાજકોટીયન્સના દિલ. ઉપસ્થિત સર્વે શ્રોતાગણે મન ભરીને માણ્યો કાર્યક્રમ.

ગાંધીજીની ૧પ૦ મી જન્મ જયંતિ નિમિતે અહિયાં ઉપસ્થિત હોવાનો મને ગર્વ છે.

આજે ફાધર્સ ડે ની સર્વત્ર ભાવભેર ઉજવણી થઇ રહી છે ત્યારે સમગ્ર રાષ્ટ્રના પિતા એવા શ્રી ગાંધી બાપુના જીવનની યાદગાર ક્ષણોને નિહાળવા માટે રાજકોટમાં ઉપસ્થિત હોવાનો મને સવિશેષ આનંદ છે.

ગાંધી મ્યુઝિયમ ઇસ અ અવેસમ કોમ્બીનેશન ઓફ હિસ્ટ્રી એન્ડ ટેકનોલોજી. ઓલ ગેલેરીસ આર વેરી ગુડ ફુલ ઓફ ડીટેઇલ્સ ઓફ લાઇફ ઓફ ગાંધીજી. અહીંનો સમગ્ર સ્ટાફ ખૂબ જ કોઓપરેટીવ છે.

ગાંધીજીસ લાઇફ ઇસ લાઇક અ બીગ સાઇઝ ઓફ નોવેલ. હું એમના વિચારોથી ખૂબ જ પ્રભાવિત છું. હું માનું છું કે જો આપણે ગાંધીજીને સમજવા હોય તો ફર્સ્ટ વી સુડ એપ્લાઇ ધ રૂલ્સ ઓફ ટુથ એન્ડ નોન વાયોલન્સ ઇન અવર લાઇફ... એન્ડ ધેન વી સુડ સ્ટાર્ટ રીડીંગ ઇટ. આઇ એમ ઓલ્સો ટ્રાઇંગ માઇ બેસ્ટ ટુ ફોલો હિમ.

ગાંધીજીની વિદેશ યાત્રા વખતે માતા પુતળીબાઇએ તેમની પાસેથી માંસ ન ખાવા બાબતે, દારૂ ન પીવા અંગે તેમજ પરસ્ત્રી ગમન ન કરવાની ૩ બાબતે વચન લીધેલા. આજે મને યાદ આવે છે મારી માતાની આંખોમાં મૌન રીતે દેખાતો ભાવ. જયારે મારા વિદેશ જતી વખતે મારી માતા મારી સામે મીટ માંડીને જુવે છે, ત્યારે એ મને શું કહેવા માંગે છે તે મને આજે સમજાય છે.

હું ભારતીય સંસ્કૃતિથી તેમજ સંગીતથી ખૂબ જ પ્રભાવિત છું.

આજના  યુવાનોએ સત્ય અને અહિંસાના ગાંધીજીના  વિચારોને અનુસરવું જોઇએ. આ ઉપરાંત સોશિયલ મીડિયાના અતિરેકથી દૂર રહેવું જોઇએ. અને એ બચાવેલો સમય સમાજના ઉત્કર્ષ અંગે ફાળવવો જોઇએ.

વિશ્વ સ્તરે ગરમીનું પ્રમાણા જે રીતે વધી રહ્યું છે, તે ખરેખર ચિંતાજનક છે. આપણે શકય તેટલા વધુને વધુ વૃક્ષ વાવવાના પ્રયત્નો કરવા જોઇએ. (૬.૧૮)

રાજકોટ, તા. ૧૭ : આજરોજ રાજકોટ મહાનગરપાલીકા સંચાલિત મહાત્મા ગાંધી મ્યુઝીયમની ઉઝબેકિસ્તાનના હાવાસ ગુરૂહિ ગૃપના કલાકારોએ મુલાકાત લીધી હતી. તેમજ મ્યુઝીયમની મુલાકાત દરમ્યાન લાઇટ એન્ડ સાઉન્ડશોનું નિદર્શન નિહાળ્યું હતું. મહાત્મા ગાંધી મ્યુઝીયમનો વૈશ્વિક પ્રચાર-પ્રસાર થાય અને મ્યુઝીયમની ઓળખ વિશ્વ સ્તરે થાય તેવા હેતુસર આ ગૃપ દ્વારા મ્યુઝીયમ પરિસરમાં આવેલ કોર્ટયાર્ડ ખાતે ગાંધીજીનું પ્રિય ભજન વૈષ્ણવ જન તેને રે કહીએ, 'જન-ગણ મન'ઙ્ગ તથા અન્ય ગીતોનું લાઇવ પરફોમન્સ આપ્યું હતું.

આ પ્રસંગે રાજકોટ મહા નગરપાલીકાના કમિશ્નરશ્રી બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતી નિમીતે વૈષ્ણવ જન તેને રે કહીએ ભજન મહત્ત્।મ ભાષાઓમાં ગવાય તેવી દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઈચ્છા છે. કાખ્રમોન ગાંધીજીમાં ખુબ જ વિશ્વાસ ધરાવે છે. કાખ્રમોન હિન્દી કે અંગ્રેજી ભાષા ન જાણતા હોવા છતા તે ભારતની અનેક ભાષાઓમાં ગીતો ગાય છે.

કાખ્રમોન અંતરમનને ઝંકૃતકરી દે તેવી ગાવાની અદભુત છટા ધરાવતા ગૃપના મુખ્ય સિંગર તેઓ શ્રેષ્ઠ કી બોર્ડ પ્લેયર તેમજ મ્યુઝીક કંમ્પોઝર પણ છે. ઉઝબેકિસ્તાનનો સર્વ શ્રેષ્ઠ ગણાતો તેમજ રાષ્ટ્રપતિના હસ્તે એનાયત થતો 'નિહોલ' એવોર્ડ તેમના નામે છે. તેવા કાખ્રમોને જણાવ્યું હતું કે, એક વર્ષ પહેલા યુ ટ્યુબમાં મ્યુઝીયમનો વિડીયો જોયો હતો તેના કરતા પણ વધુ સુંદર આ મ્યુઝીયમ છે. આ મ્યુઝીયમની મુલાકાત પણ ખુબજ સુંદર રહી છે. ગાંધીજીએ દેશ અને દુનિયાને ધણુ શિખવ્યું છે. ઉઝેબેકિસ્તાનના તાશ્કંદ શહેરમાં ગાંધી સ્ટ્રીટ છે અને મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતી ઉજવવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે,માત્ર ૧૧ વર્ષની ઉંમર ધરાવતી રોબીયા, હાવાસ ગુરૂહિ ગૃપની સૌથી નાની સિંગર છે જેને ઇશ્વરે અત્યંત નિર્દોષતા સાથેનું અલૌકિક વ્યકતત્વિ બક્ષ્યું છે. તેણી પણ સ્ટેજ પર વાયોલિનીસ્ટ તેમજ સીંગર, બન્નેનો રોલ બખૂબી નિભાવી જાણે છે. તેણીએ માત્ર છ વર્ષની નાની ઉંમરે શ્રૈષ્ઠ વાયોલિનીસ્ટ તરીકે ઇન્ટરનેશનલ એવોર્ડ મળેવેલો છે. દસ વર્ષની કારકિર્દીમાં તેઓ ભારત સહીત વિશ્વભરના દેશોમાં અગણીત કોન્સર્ટ કરી ચુકયા છે.

આનંદ તેમજ આશ્ચર્યની વાતનો એ છે કે કાખ્રમૌન અને રોબિયા ભાઇ-બહેનની જોડીએ રાજકોટ વાસીઓને પોતાનાગીતાની વિવિધ ધુનો પર લોકોને ડોલાવ્યા હતા. ગાયકી ઉપરાંત સંગીત વાદ્ય સાથે સ્ટેજ પરથી રાજકોટવાસીઓના મન-મસ્તીષ્ક પર મોહીની છવાઇ ગઈ હતી.

આ પ્રસંગે રાજકોટના મેયરશ્રી બીનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયરશ્રી અશ્વિનભાઈ મોલીયા સહિત અનેક મહાનુભાવો અને રાજકોટવાસીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

જીજ્ઞેશ મહેતા પાસે છે ગ્લોબલ લેવલના રાઇટ્સ...

ઇન્ટરનેશનલ સેલીબ્રીટીનો આવો સરસ મજાનો કાર્યક્રમ બન્યો રાજકોટ માટે ગૌરવની બાબત

રાજકોટ તા.૧૭ : સ્કુલ માર્કેટીંગ ક્ષેત્રે પાયોનીયર અને સ્કુલના વ્યવસાયની ગરીમાને છાજ,ે તેવા અવનવા કોન્સેપ્ટ બેસ્ડ ક્રિએશન થકી અત્યંત લોકપ્રિય બનેલાં અને માર્કેટીંગ ક્ષેત્રમાં માહિર ગણાતા રાજકોટના જીજ્ઞેશ મહેતા પાસે ઇન્ટર નેશનલે ખ્યાતિ પ્રાપ્ત મ્યુઝિકલ ગ્રુપ હાવાસ ગુરૂહીને ગાઇડ કરવાના, તેમના પર ડોકયુમેન્ટરી બનાવવાના, તેમની કોન્સર્ટ આયોજન કરવાના તેમજ તેમના હિતને ધ્યાનમાં રાખીને કોઇપણ નિર્ણય લેવાના ગ્લોબલ લેવલના રાઇટ્સ છ.ે

કાખ્રમોનના જણાવ્યા મુજબ જીજ્ઞેશ મહેતા અમારા બેસ્ટ ફ્રેેન્ડ અને ગાઇડ છે. તેમની નિપુણતાથી હું પ્રભાવિત છું. તેઓ સત્યનિષ્ઠ, અનુભવી સિદ્ધાન્તવાદી, પારદર્શક અને તદ્દન નિખાલસ છે. ઇન્ટરનેશનલ સેલીબ્રીટીનો આવો સરસ મજાનો કાર્યક્રમ રાજકોટ માટે ગૌરવની બાબત બન્યો છે.ે જીજ્ઞેશ મહેતા પર તેમના મો. ૯૪૦૯પ ર૮પ૦૦ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

ઉઝબેક કલાકારોના કાર્યક્રમ માટે જીજ્ઞેશ મહેતાનો સંપર્ક કરો

રાજકોટ તા. ૧૭: એડ્. લેબ. ક્રિએશન વાળા જીજ્ઞેશભાઇ મહેતા એ જણાવ્યું છે કે, સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો આવા ઉત્કૃષ્ઠ કલાકારોની ઇવેન્ટ કરવાની તક ઝડપી લે.

ભત્રીજી નિશિતા વિમલભાઇને કાખ્રામોને બહેન બનાવી છે. રાજકોટના ગઇકાલના કાર્યક્રમની વ્યવસ્થા જીજ્ઞેશ મહેતા દ્વારા કરાઇ હતી.

પૂના ખાતેની ઇવેન્ટમાં નિશિતા દ્વારા કાખ્રમોનને મળવાનું થયું ત્યારથી પારિવારિક સંબંધો સ્થપાયા છે. આ પરિવાર ખૂબ સંસ્કારી સાધક છે.

ઉઝબેક કલાકારોના કાર્યક્રમ માટે જીજ્ઞેશ મહેતા મો. ૯૪૦૯પ ર૮પ૦૦ નો સંપર્ક થઇ શકે છે. આ પરિવારના જીજ્ઞેશભાઇ પાસે ગ્લોબલ રાઇટ્સ છે. ચેરિટી માટે વિશેષ પેકેજ તૈયાર કરાયું છે.

(4:05 pm IST)