Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

રસોઇ શોખીનો માટેની 'ગ્રેટ ગુજરાત કોમ્પીટીશન' નું કાલે રાજકોટમાં ઓડીશન

માસ્ટર શેફ સ્મિત સાગર અને કુકીંગ એકસ્પર્ટ હિનાબેન ગૌતમ નિર્ણાયક

રાજકોટ તા. ૧૭ : રસોઇ બનાવવાનો શોખ ધરાવનારાઓ માટે 'ગ્રેટ ગુજરાત કોમ્પીટીશન સીઝન-ર' નું ઓડીશન કાલે તા. ૧૮ ના મંગળવારે રાજકોટ ખાતે યોજાયેલ છે.

જેમાં સ્મિત કિચન રેસ્ટોરન્ટવાળા માસ્ટર શેફ દુબઇમાં રનર્સઅપ થઇ ચુકેલા સ્મિત સાગર અને અનેક રસોઇ શો કરી ચુકેલ કુકીંગ એકસ્પર્ટ હિનાબેન ગૌતમ નિર્ણાયક તથા માર્ગદર્શક તરીકે ઉપસ્થિત રહેશે.

ઉલ્લેખનીય છે કે આ કોમ્પીટીશનનો મેગા ફાઇનલ આગામી જુલાઇમાં દુબઇ ખાતે ક્રુઝમાં આયોજીત થયો હોય રસોઇના શોખીનો માટે વિદેશ પ્રવાસની તક સાંપડી છે.સુરતમાં ઓડીશન લેવાતા જબબર સફળતા સાંપડી હતી. બાદ હવે રાજકોટ અને ત્યારબાદ અમદાવાદ, બરોડા, જામનગરમાં ઓડીશન લેવાશે. આ તમામ શહેરોમાંથી ટોપ ટેનની પસંદગી થશે. એ રીતે ફાઇનલી ૬૦ સ્પર્ધકો સીલેકટ થયા બાદ રાજકોટમાં તેમની વચ્ચે એક ફિલ્ટર રાઉન્ડ રમાડવામાં આવશે. તેમાથી ૩ નશીબવંતા સ્પર્ધકોને રોકડ પુરસ્કાર અને ગીફટ હેમ્પર અપાશે. ટોપ ટેનમાં સ્થાન પામનાર સ્પર્ધકોને પણ કુકીંગ વિડીયોમાં સામેલ થવાની તક મળશે.

ભાગ લેવા ઇચ્છુક કોઇપણ ૧૬ થી ૮૦ ની વયના રસોઇ શોખીનોએ કાલે ઓડીશન સ્થળ હોટલ ધ ગ્રાન્ડ ઠાકર, જવાહર રોડ, જયુબેલી ચોક, રાજકોટ ખાતે સવારે ૧૦ વાગ્યે ઉપસ્થિત રહેવા અને વધુ માહીતી માટે મીરાબેન દોશી મો.૯૯૦૯૩ ૦૦૦૭૭ નો સંપર્ક કરવા જણાવાયુ છે.

આ કોમ્પીટીશનમાં ફોરચ્યુન સનફલાવર ઓઇલ, માઇક્રોફાઇન ઘરઘંટી, રેટીયો તુવેરદાળ, કૃતિકા દેશી ગોળ, સેમીસ સેનેટરી પેડ, ગ્લેર કિચન વેરનો સ્પોન્સર તરીકે સહયોગ મળ્યાનું યાદીમાં જણાવાયુ છે .

 

(3:50 pm IST)