Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

નિર્મલા રોડ પર ભારત-પાકિસ્તાન મેચ પર સટ્ટો રમતાં કરણ પકડાયો

ગાંધીગ્રામ પોલીસે સકંજામાં લઇ રોકડ-મોબાઇલ જપ્ત કર્યા

રાજકોટ તા. ૧૭: ગાંધીગ્રામ પોલીસે નિર્મલા રોડ પર ડિલકસ પાન સામે રોડ પર ઉભા રહી ભારત-પાકિસ્તાનના વર્લ્ડકપના મેચ પર રનફેરનો સટ્ટો રમી રહેલા કરણ સુરેશભાઇ પંચોલી (ઉ.૨૪-રહે. છત્રપતિ શિવાજી ટાઉનશીપ સી-વિંગ ચોથો માળ, ફલેટ નં. ૪૦૨, મોરબી રોડ બાયપાસ)ને પકડી લઇ મોબાઇલ ફોન તથા રોકડ મળી રૂા. ૬૧૫૦ની  મત્તા કબ્જે લીધી હતી. પી.આઇ. વી. વી. ઓડેદરાની રાહબરીમાં એએસઆઇ એમ. વી. લુવા, દિવ્યરાજસિંહ જાડેજા, પ્રશાંતભાઇ રાઠોડ પેટ્રોલીંગમાં હતાં ત્યારે બાતમી પરથી આ દરોડો પાડવામાં આવ્યો હતો.

(3:45 pm IST)