Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

HDFC બેંક દ્વારા 'હરગાંવ હમારા' કાર્યક્રમનો રાજકોટ જીલ્લાથી પ્રારંભ

સરધાર, પાડાસણ, સાંગણવા, ચાંદલી, ઢોકળીયા, વડનગરમાં આપી જાણકારી

એચ.ડી.એફ.સી. બેંક દ્વારા રાજકોટના સરધાર, પાડાસણ, સાંગણવા, ચાંદલી, ઢોકળીયા, વડનગર ખાતે 'હરગાંવ હમારા' પ્રોગ્રામની શરૂઆત કરી હતી. રીલેશનશીપ મેનેજર દુષ્યંત ગંગેરા તથા પ્રજ્ઞેશ ટંકારીયા દ્વારા આર્થિક - સાક્ષરતા - ગ્રામીણ ઉત્પાદન અને બેંક દ્વારા અપાતી વિવિધ પ્રકારની સુવિધાઓ અંગે જાણકારી આપવામાં આવી હતી.

રાજકોટ જીલ્લાના ઉપરોકત ગામોમાં ખેડૂતોને તથા બેંકના ગ્રાહકોને બીએસબીડીએ ખાતા, સેવિંગ્ઝ ખાતા, સુકન્યા યોજના, સામાજીક સલામતી યોજના, ફીકસ ડીપોઝીટ, રીકરીંગ ડીપોઝીટ, કિસાન ગોલ્ડ કાર્ડ, ખેતી લોન, વાહન લોન, ગોલ્ડ લોન, નેટ બેકિંગ, મોબાઈલ બેકીંગ અને ડીઝીટલ પ્રોડકટ અંગેની વિસ્તૃત જાણકારીઓ આપવામાં આવી હતી.

એચ.ડી.એફ.સી. બેંકના રીલેશન મેનેજર દુષ્યંત ગંગેરા તથા પ્રજ્ઞેશ ટંકારીયાએ જણાવ્યુ હતુ કે હરગાંવ હમારા કાર્યક્રમ હેઠળ ખેડૂતોને વિશ્વ કક્ષાના ઉત્પાદનો તથા બેન્કીંગ સેવાઓ અંગે વધુને વધુ લોકોને બેકીંગ પ્રણાલી સાથે અમે જોડી રહ્યા છીએ. રાજ્યના તમામ ગામડાના ખેડૂતોને ઉપરોકત જાણકારી આપવા બેંક કટીબદ્ધ છે. ગામના પંચાયત આગેવાનો, ખેડૂતો તથા દુકાનદારોએ આ કાર્યક્રમ સમયે બેંકના અધિકારીઓનો આભાર વ્યકત કર્યો હતો. ગુજરાતમાં એચડીએફસી બેંકની ૪૧૨ શાખાઓ છે. ૯૦ ગ્રામ્ય અને ૧૨૦ નાના શહેરોમાં બેંકનું નેટવર્ક છે. બેંક સમગ્ર ભારતમાં ૫૦૦૦ શાખાઓ ઉપલબ્ધ કરવામાં સફળ રહ્યુ છે. તેમ બેંકના અધિકારીઓએ જણાવ્યું હતું.

(3:34 pm IST)