Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

યોગ કાર્યક્રમમાં સામેલ થવા ઓનલાઇન રજીસ્ટ્રેશન

મ્યુ. કોર્પોરેશન દ્વારા ર૧ જૂન વિશ્વ યોગદિનની શાનદાર ઉજવણી : વોર્ડ ઓફીસેથી ફોર્મ મળશેઃ ૧૯ જુન સુધીમાં પરત કરવાની છેલ્લી તારીખઃ આ કાર્યક્રમમાં લોકોને જોડાવવા બિનાબેન આચાર્ય, બંછાનિધી પાની, ઉદય કાનગડ તથા જયમીન ઠાકરનો અનુરોધ

રાજકોટ તા. ૧પઃ મહાનગરપાલિકા દ્વારા પણ દર વર્ષે વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવે છે જે અનુસંધાને આગામી ર૧ જુન ર૦૧૯ના રોજ પણ વિશ્વ યોગા દિનની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવેલછે. વિશ્વ યોગ દિનની ઉજવણીમાં ભાગ લેવા ઇચ્છુક લોકો માટે ઓનલાઇન રજીસ્ટ્રેશનની સુવિધા પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાની તમામ વોર્ડ ઓફીસ, સિવિક સેન્ટરએથી રજીસ્ટ્રેશન માટેના ફોર્મ મળશે, જે ફોર્મ ૧૯ જુન સુધીમાં પરત કરવાના રહેશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં યોજાનાર યોગ કાર્યક્રમ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવા માટે ઇચ્છુક નાગરિકો rmc.gov.in/rmcwebsite/frm yoga registration.aspx આ લિંક પર નાગરિકો રજીસ્ટ્રેશન કરાવી શકશે તેમ મેયર બિનાબેન આચાર્ય ડેપ્યુટી મેયર અશ્વિનભાઇ મોલીયા, સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન ઉદયભાઇ કાનગડ, મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની, શાસક પક્ષ નેતા દલસુખભાઇ જાગાણી, દંડક અજયભાઇ પરમાર અને આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઇ ઠાકરે જણાવ્યું હતું.

યોગની ઉજવણીમાં દીવ્યાંગો, થેલેસિયા, અને ડાયાબીટીશ ધરાવતા લોકો માટે અલગ વ્યવસ્થા કરવામાં આવેલ છે તેમજ યોગમાં ભાગ લેવા માટે યોગમાં જોડાનારને ચટ્ટાઇ સાથે લાવવાની રહેશે એકવા યોગામાં ભાગ લેનાર બહેનોને મહાપાલિકા વતી સ્વીમીંગ કોસ્યુમ આપવામાં આવશે યોગથી આરોગ્ય તંદુરસ્ત રહે છે. અને શરીરમાં નવો સંચાર ઉત્પન થાય છે.આજના દોડધામના સમયમાં યોગથી તન, મનને શાંતિ મળે છે જેથી ર૧ જુનના રોજ રાજકોટ શહેરના તમામ શહેરીજનોને ભાગ લેવા અપીલ કરેલ છે.

(3:18 pm IST)