Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

કુવાડવા રોડ પર બાઇક સ્લીપ થતા પટેલ પ્રૌઢ સામતભાઇ રોજાસરાનું મોત

રાજકોટ તા. ૧૭ : કુવાડવા રોડ પર આઇ.ઓ.સી. પ્લાન્ટ પાસે ઢોર આડુ ઉતરતા બાઇક સ્લીપ થતા અકસ્માત સર્જાતા પટેલ પ્રૌઢનું સારવાર દરમ્યાન મોત પિજનયું હતું.

મળતી વિગત મુજબ સંતકબીર રોડ પર ન્યુ શકિત સોસાયટી શેરી નં. રમાં રહેતા સામતભાઇ દાનાભાઇ રોજાસરા (ઉ.પપ) ચાર દિવસ પહેલા પોતાનું જી.જે.૩ કે.બી. ર૬૬પ નંબરનું બાઇક લઇને પોતાના કુવાડવા રોડ પરથી પોતાના ઘર તરફ આવતા હતા. ત્યારે કુવાડવા રોડ આઇ.ઓ.સી. પ્લાન્ટ પાસે ઢોર આડે ઉતરતા અચાનક બાઇકની બ્રેક મારતા બાઇક સ્લીપ થતા પટેલ પ્રૌઢને માથાના ભાવે ગંભીર ઇજા થઇ હતી. બાદ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા આ અંગે કુવાડવા રોડ પોલીસ મથકના પી.એસ.આઇ. વી.પી.આહીરે તપાસ આદરી છે.

(3:13 pm IST)