Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

કોઇ પણ ભારતીય નાગરીકને મુસીબત સમયે મને જાણ થયે હું મદદરૂપ બનવા ખાત્રી આપુ છું: બ્રિટનના નાગરીક દ્વારા રાજકોટ રેલ્‍વે પોલીસને પત્ર

બ્રિટીશ નાગરીકના અકાળે મૃત્‍યુ સમયે રેલ્‍વે DYSP પિયુષ પીરોજીયા ટીમે કરેલી મદદની યુ.કે.માં નોંધ લેવાઇ : ભારત અને ગુજરાતની શાન વધારીઃ તમામ પ્રકારે મદદ કરીઃ તમામ સવાલોના સંતોષકારક જવાબ આપી ડોકયુમેન્‍ટ પુરા પાડયા

રાજકોટ, તા., ૧૭: કોઇ પણ ભારતીય નાગરીક ઇંગ્‍લેન્‍ડમાં મુસીબતમાં મુકાશે કે કોઇ ગંભીર માંદગીમાં પટકાશે તો અને તેની મને જાણ થયે હું તેના પરીવારને તમામ પ્રકારની મારાથી બનતી મદદ કરીશ તેવું બ્રીટીશ નાગરીક ટીમ એવી બેંકે રાજકોટ રેલ્‍વે પોલીસને લેખીત પત્રથી જાણ કરી છે.  આવો પત્ર લખવા પાછળ રાજકોટ રેલ્‍વે પોલીસ પોલીસના પીઆઇ વી.જે. જયસ્‍વાલ અને તેની ટીમે ડીવાયએસપી પીયુષ પીરોજીયા દ્વારા એ બ્રીટીશ નાગરીકને તેના ભાઇના મૃત્‍યુ બાદ જે પ્રકારે મદદ કરી અને તેના તમામ સવાલોના જવાબો જે રીતે સંતોષકારક આપ્‍યા તેનાથી પ્રસન્ન થઇ આ પત્ર લખ્‍યો છે.

ઉકત  બાબતે અકિલા સાથેની વાતચીતમાં રેલ્‍વેના રાજકોટ ખાતેના વિભાગીય ડીવાયએસપી પિયુષ પીરોજીયાએ જણાવ્‍યું કે તા.૪ અને પ જુન વચ્‍ચે બ્રિટનના એક નાગરીક દિલ્‍હીથી અમદાવાદ આવી જુનાગઢ જવા નિકળ્‍યા હતા. આ દરમિયાન રીવા એકસપ્રેસના જનરલ કોચમાં મુસાફરી કરી રહેલા એ બ્રીટીશ વૃધ્‍ધને લુ લાગવાના કારણે હાર્ટ એટેક આવતા અવસાન થયેલ.

ઉકત બાબતે તપાસ કરી ડીવાયએસપી  પિયુષ પીરોજીયાએ તેના ભાઇ ઇવ બેંકને  ફોન કોલ કરી  તેઓના બ્રધરના ડેથ અંગેના સમાચાર આપ્‍યા. ટીમ ઇવ બેંકે ઉકત બાબતે વોટસએપ મારફત અનેક જાતના પ્રશ્નો પુછયા. ડીવાયએસપી પિરોજીયાએ તમામ જવાબો સંતોષકારક રીતે આપ્‍યા. એટલું જ નહી જરૂરી ડોકયુમેન્‍ટ પણ પુરા પાડયા અને આ રીતે ગુજરાત પોલીસ અને ભારતની પોલીસની શાન વધારી. ડીવાયએસપી પિરોજીયાએ જણાવેલ કે અમારા તમામ ઉચ્‍ચ અધિકારીઓ સાથોસાથ અમારા રેલ્‍વેના  ડીજીપી આશીષ ભાટીયાનું પણ સતત માર્ગદર્શન મળેલ અને આ રીતે બ્રિટીશ નાગરીકને મદદ કરવાનો સંતોષ મળ્‍યો.

બ્રિટીશ નાગરીકે પણ રેલ્‍વે પોલીસ સ્‍ટાફ દ્વારા થયેલી મદદની નોંધ લઇ આભાર માનતો પત્ર પણ પાઠવવા સાથે આવા આકસ્‍મીક સંજોગોમાં ભારતીય નાગરીકને મદદ કરવા ભવિષ્‍યમાં તત્‍પર રહેવાની ખાત્રી આપી છે.

 

Dear Sir

Letter of Appreciation in relation to death of  Mr David Ewbank

On behalf of my family, I would like to commend your staff on the manner in which they dealt with my brother’s unfortunate death on one of your trains on 4th June 2019. Due to the efficient work of your staff and others his remains were returned to the uk yesterday; merely ten days after his death.

I received the initial, shocking phonecall at approximately 5.30 am on 5th June from Deputy Superintendent P P Pirojiya Dy. From that moment your staff were always responsive over WhatsApp to my questions, providing prompt and courteous responses and copies of relevant documents. By keeping us informed, we always knew what was happening to my brother’s body and possessions. In doing so, your staff did a great deal to reduce our anxiety at a time of great family distress.

In closing, all I can say is that I hope any Indian citizen who suffers the same misfortune while travelling in the UK is treated with same dignity and efficiency as your staff showed my dead brother.

Please pass our thanks on to all those in your organisation involved in this sad affair.

Yours appreciatively

Tim Ewbank

(brother of the deceased)

Cambridge, UK?

 

(1:58 pm IST)