Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

પોરબંદરમાં સ્થળાંતરીત કરાયેલા લોકોને કેશ ડોલ્સ ચુકવવાની કામગીરી : કૃષિ મહોત્સવ મોકૂફ

પોરબંદર તા.૧૭, : વાયુ વાવાઝોડા સંદર્ભે પોરબંદર જિલ્લામાં, અધીકારીઓએ કરેલી કામગીરી તેમજ  હવે કરવાની થતી રાહત સહાય ચુકવણી સહિતની કામગીરી બાબતે કલેકટરશ્રી મુકેશ પંડયાનાં અધ્યક્ષસ્થાને સંકલન અને ફરિયાદ સમીતીની બેઠક યોજાઇ હતી. જેમા આશ્રયસ્થાનોમાં સ્થળાંતરીત થયેલા લોકોને ઝડપથી કેશડોલ્સ ચુકવવા અંગે અધિકારીઓને સત્વરે કાર્યવાહી કરવા તેમજ વરસાદ વાવાઝોડાના કારણે જિલ્લામાં કૃષિ મહોત્સવ હાલ મોકૂફ રાખેલ છે. તેમ કલેકટરે જણાવેલ છે.

કલેકટરશ્રીએ જિલ્લાની વિવિધ કચેરીઓનાં અધિકારીઓએ વાવાઝોડામાં કરેલી અસરકારક કામગીરીની પ્રશંસા કરીને તમામને અભિનંદન પાઠવ્યા હતા. સાથે સાથે ચેતવણી પણ આપી કે, ભારે વરસાદ થવાની સંભવાના હોવાથી સતર્ક રહેવું. આશ્રયસ્થાનમાં રહેલા સ્થળાંતરિતો જો ઇચ્છે તો પોતાના રહેઠાણ પર જઇ શકે છે. તેમ છતા જો રહેઠાણમાં પાણી ભરાયેલા હોય તો આશ્રયસ્થાનો પર રહી શકે,

આ ઉપરાંત કલેકટરશ્રીએ એસ.ટી, વીજળી, પાણી પુરવઠા સહિતની સેવાઓ પુર્વવત કરવા અંગે અધિકારીઓને સુચનાઓ આપી હતી. ઉપરાંત તા.૧૭ જુનના રોજ પોરબંદર જિલ્લામાં યોજાનાર  ખરીફ કૃષિ મહોત્સવ વાવાઝોડા અને વરસાદી અસરનાં કારણે મોકુફ રખાયો છે.  આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અજય દહિયા, જિલ્લા પોલીસ વડા ર્ડો પાર્થરાજસિંહ ગોહીલ, અધિક કલેકટરશ્રી એમ.એસ.જોષી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એસ.ડી ધાનાણી, પ્રાંત અધિકારીશ્રી કે.વી બાટી સહિત જિલ્લાનાં સબંધીત અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત  રહ્યા હતા.

(11:53 am IST)