Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

ગોંડલની સુશિલાબેનને રાજકોટમાં પતિ અજયે ધોકાથી માર માર્યો

પતિ-પત્‍નિ કેટલાક સમયથી રાજકોટ રહેવા આવ્‍યા'તાઃ પરત ગોંડલ જવા પ્રશ્ને ડખ્‍ખો

રાજકોટ તા. ૧૭: ગોંડલમાં વ્‍હોરા કોટડા રોડ પર વિજયનગરમાં રહેતી સુશિલાબેન અજયભાઇ સોલંકી (ઉ.૨૮) નામની દેવીપૂજક પરિણીતાને તેના પતિ અજય નનુભાઇ સોલંકીએ રાજકોટમાં નાડોદાનગર પાસે ધોકાથી માર મારતાં સારવાર માટે દાખલ થઇ હતી.

સુશિલાબેનના માતા જમકુબેનના કહેવા મુજબ દિકરી અને જમાઇ અજય થોડા દિવસથી મારી બાજુમાં રૂમ રાખીને નાડોદામાં રહે છે અને બકાલુ વેંચે છે. બંને જુનાગઢ દાતાર દર્શન કરવા ગયા હતાં. ત્‍યાંથી પાછા આવ્‍યા બાદ અજયએ ફરીથી ગોંડલ રહેવા જવાની વાત કરતાં તે બાબતે ઝઘડો થતાં તેણે મારકુટ કરી હતી અને રિક્ષામાં બેસાડી સુશિલાને ગોંડલ તરફ લઇ ગયા બાદ ત્‍યાં મારકુટ કરીને ઉતારી મુકી હતી. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ગોંડલ પોલીસને જાણ કરી હતી.

 

(10:58 am IST)